રાજ્ય પર મંડરાઈ રહ્યુ છે વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલે કરી તોફાન સાથે વરસાદની આગાહી- Video
ગુજરાત પર કમોસમી વરસાદ સહિત હવે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. રાજ્યમાં વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં વરસાદે હજુ વિરામ લીધો નથી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં હવે વાવાઝોડુ આવવાની શક્યતા વર્તાઈ રહી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલને જણાવ્યા મુજબ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છ. ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં 14 થી 22 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડાના એંધાણ
રાજ્યમાં વાવાઝોડાને લઈ પણ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. 14 થી 22 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડાના એંધાણ છે. અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં 14 થી 22 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડુ થવાના એંધાણ છે. બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબી સમુદ્રની સિસ્ટમ મર્જ થઈ શકે છે. બંને સિસ્ટમ મર્જ થતા વાવાઝોડુ નિર્માણ પામી શકે છે.
Input Credit- Ravindra Bhadoria- Gandhinagar
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો