અંકલેશ્વરના કાગદી તળાવ વિસ્તારમાં આગ લાગી, બે ફાયર બ્રિગેડે સ્થિતિ પર કાબુ મેળવ્યો
ભરૂચ : દિવાળી દરમિયાન ફાયર બ્રિગેડની કામગીરી સૌથી વધુ વધી જતી હોય છે. અંકલેશ્વર ના સુરતી ભાગોળ વિસ્તારમાં કાગદી તળાવ નજીક આગ લગવાની ઘટના બની હતી. ઘટનાના પગલે દોડધામ મચી ગઈ હતી.
ભરૂચ : દિવાળી દરમિયાન ફાયર બ્રિગેડની કામગીરી સૌથી વધુ વધી જતી હોય છે. અંકલેશ્વર ના સુરતી ભાગોળ વિસ્તારમાં કાગદી તળાવ નજીક આગ લગવાની ઘટના બની હતી. ઘટનાના પગલે દોડધામ મચી ગઈ હતી.
તળાવ નજીક આવેલી સૂકી ઝાડીઓમાં ફટકાડાના કારણે આગનું તણખલુ પડતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. સુકા ઘાસ અને કચરાના ઢગલામાં આગ ફાટી નિકળતા ફાયર બ્રિગેડને મદદનો કોલ અપાયો હતો. અંકલેશ્વર નગરપાલિકાના ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચો : સુરત : 5 વર્ષની બાળકીનું અપહરણ થયું, ગણતરીના સમયમાં અપહરણકારને ઝડપી પાડી બાળકીને મુક્ત કરાવાઈ
Published on: Nov 13, 2023 04:55 PM
Latest Videos