અંકલેશ્વરમાં ટેમ્પોમાં આગ લગતા દોડધામ મચી,રસ્તાં પર કચરો ઠાલવી આગ બૂઝવાઇ , જુઓ વિડીયો

ભરૂચ : અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક નગરપાલિકાના કચરાના ટેમ્પોમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી . ટેમ્પોમાં ભરેલા કચરાના જથ્થામાં આગ ફાટી નીકળતા આખો ટેમ્પો આગની ઝપેટમાં આવવાનો ભય ઉભો થયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2023 | 5:04 PM

ભરૂચ : અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક નગરપાલિકાના કચરાના ટેમ્પોમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી . ટેમ્પોમાં ભરેલા કચરાના જથ્થામાં આગ ફાટી નીકળતા આખો ટેમ્પો આગની ઝપેટમાં આવવાનો ભય ઉભો થયો હતો.

રાહદારીઓ દ્વારા ટેમ્પોના ચાલકને ટેમ્પોમાં આગની જાણ કરવામાં આવતા ડ્રાઈવરે સમય સુચકતા વાપરી ટેમ્પો આગની ઝપેટમાં આવે તે પહેલાં કચરો રોડ પર ઠાલવી નાખ્યો હતો. પાણીનો મારો ચલાવી સ્થાનિકોએ કચરામાં લાગેલ આગ કાબુમાં લીધી હતી. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર માં આગ લાગવાના ચોવીસ કલાકમાં 2 બનાવ બન્યા હતા. સદનશીબે આ ઘટનાઓમાં કોઈ જાનહાની નોંધાઈ નથી.

આ પણ વાંચો : સુરત : 5 વર્ષની બાળકીનું અપહરણ થયું, ગણતરીના સમયમાં અપહરણકારને ઝડપી પાડી બાળકીને મુક્ત કરાવાઈ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">