AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand : પેટલાદમાં બેંકના કર્મચારીઓએ 45 લાખથી વધુની કરી ઉચાપત, જુઓ Video

Anand : પેટલાદમાં બેંકના કર્મચારીઓએ 45 લાખથી વધુની કરી ઉચાપત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 8:34 PM
Share

રીલેશનશીપ મેનેજરે પોતાના હોદ્દાનો દૂર ઉપયોગ કરી ખોટા દસ્તાવેજ ઉભા કરી સહી સિક્કા મારી બોગસ લેટર બનાવી ગ્રાહકો સાથે કુલ 45,06,964 રૂપિયાની છેતરપિંડી કરી હતી. જોકે આ કૌભાંડમાં બેંકના અન્ય કર્મચારીઓ પણ સામેલ હતા. પોલીસે આ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. અને તમામને જેલ હવાલે કર્યા છે.

આણંદમાં બેક કર્મચારીઓ દ્વારા જ બેંકમાં ઉચાપત કરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. ફિલ્ડ સેલ્સ મેનેજર અને રિલેશન મેનેજરે ખોટા દસ્તાવેજનો ઉપયોગ કરી બેંક સાથે છેતરપિંડીના આચરી. સમગ્ર ઘટનાને લઇ બેંકના 6 કર્મચારીઓ સામે ગુનો નોંધાયો છે.

આણંદ જિલ્લાના પેટલાદમાં આવેલી HDFC બેંકમાં સેલ્સ ફિલ્ડ ઓફિસર તરીકે કામ કરતા પાંચ અને એક રિલેશન મેનેજર તરીકે ફરજ બજાવતા એમ 6 કર્મચારીઓએ ગ્રાહકોને વેપાર, ગૃહ ઉદ્યોગ તેમજ સખી મંડળની બહેનોને લોન આપી હતી. જેના હપ્તા ગ્રાહકો પાસેથી લીધા બાદ બેંકમાં ભર્યા ન હતા

રીલેશનશીપ મેનેજરે પોતાના હોદ્દાનો દૂર ઉપયોગ કરી ખોટા દસ્તાવેજ ઉભા કરી સહી સિક્કા મારી બોગસ લેટર બનાવી ગ્રાહકો સાથે કુલ 45,06,964 રૂપિયાની છેતરપિંડી કરી હતી.

આ બાબતે અમદાવાદ ખાતેના બેંકના ક્લસ્ટર મેનેજર તરીકે ફરજ બજાવતા અર્પિત મહેશભાઈ પંચાલે ફિલ્ડમાં તપાસ કરતા બેંકના દસ્તાવેજો ખોટા હોવાનું ખબર પડતાં તે તાત્કાલિક પેટલાદ દોડી આવી આ કામના 6 આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. જોકે આ બાદ પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરવામાં આવી.

આરોપીના નામ

  • અર્જુન બચુભાઈ નાયક
  • ઘનશ્યામભાઈ મનુભાઈ સોલંકી
  • ધિરેન્દ્રકુમાર ભુપેન્દ્રભાઈ જાદવ
  • રજનીકાંત બાબુભાઈ મકવાણા
  • હિતેન્દ્રકુમાર પંકજભાઈ પરમાર
  • નીલયકુમાર મણીલાલ ચૌધરી

આ તમામ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Anand News : તાજેતરમાં પડેલા વરસાદની અસર શાકભાજી પાકો પર જોવા મળી, છેલ્લા ચાર દિવસથી ભાવમાં ભડકો

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">