સુરતમાં ‘તથ્યકાંડ’ જેવી ઘટના સર્જાઈ, બેફામ કાર ચાલકે 7ને અડફેટે લીધા, જુઓ વીડિયો
સુરત : તથ્યકાંડ જેવી વધુ એક ઘટના સુરતમાં બનવા પામી હતી જેમાં બેકાબુ કારે 7 લોકોને અડફેટમાં લીધા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ 7 લોકો પૈકી ત્રણના મોત નિપજ્યા છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે.
સુરત : તથ્યકાંડ જેવી વધુ એક ઘટના સુરતમાં બનવા પામી હતી જેમાં બેકાબુ કારે 7 લોકોને અડફેટમાં લીધા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ 7 લોકો પૈકી ત્રણના મોત નિપજ્યા છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે.
મોટા વરાછાના રીંગરોડ ખાતે અકસ્માતની આ ઘટના બની હતી. કાર ચાલાક વાહન પરથી કાબુ ગુમાવતા તેણે 7 લોકોને અડફેટમાં લઈ ફંગોળ્યા હતા. ઘટના રાતે 11.30 વાગ્યા આસપાસના અરસામાં બની હતી. ઘટનામાં મૃતકઆંક 3 પાર પહોંચ્યો છેજ્યારે 4 લોકો હજુ સારવાર હેઠળ છે. મૃતકમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.
અકસ્માતમાં જીવ ગુમાવનારમાં 6 વર્ષીય વિયાન વાઘાણી તેના પિતા દેવેશ વાઘાણી અને 29 વર્ષીય સંકેત વાવાડિયા છે. પરિવાર રાત્રી ના સમયે રોડ પાસે બેઠો હતો ત્યારે બેકાબુ કાર દ્વારા અકસ્માત સર્જાયો હતો.
Latest Videos