Surat : આગામી તહેવારને લઈ ફૂડ વિભાગ એક્શન મોડમાં, મીઠાઈ વિક્રેતાઓને ત્યાથી લેવાયા નમુના, જુઓ Video
સુરતમાં રક્ષાબંધન નજીક આવતાં ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે. મીઠાઈની દુકાનોમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સેમ્પલના રિપોર્ટમાં ભેળસેળ જણાશે તો કાર્યવાહી કરાશે.
આગામી સમયમાં આવી રહેલા તહેવારોને લઈને સુરત મનપા એક્શન મોડમાં આવ્યું છે. આજે ફૂડ સેફટી ઓફિસરો દ્વારા સુરતમાં અલગ અલગ મીઠાઈના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરીને અલગ અલગ મીઠાઈને નમુના લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આગામી સમયમાં રક્ષાબંધન તેમજ જન્માષ્ટમીનો પર્વ આવી રહ્યો છે ત્યારે લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈને સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં છે. અગાઉ ફૂડ વિભાગે શ્રાવણ માસ નિમિતે ફરાળી ખાદ્ય પદાર્થોના નમુના લીધા હતા તેમજ હાલમાં જ માવાના પણ નમુના લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આજે સુરતમાં ફૂડ સેફટી ઓફિસરો દ્વારા દરેક ઝોનની અંદર જાણીતા મીઠાઈ વિક્રેતાઓને ત્યાં અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી તેમજ મીઠાઈની દુકાનમાંથી અલગ અલગ મીઠાઈના નમુના લઈને પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Surat: પુણા વિસ્તારમાં 3 યુવકોને માર મારવાનો મુદ્દો, PSI એ.કે.પટેલને કરાયા સસ્પેન્ડ, જુઓ Video
ફૂડ સેફટી ઓફિસર એસ.ડી. સાળુંકેએ જણાવ્યું હતું કે આગામી સમયમાં રક્ષાબંધન તેમજ જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે સુરતમાં આવેલી મીઠાઈની દુકાન પર ફૂડ સેફટી ઓફિસરો દ્વારા તપાસ હાથ ધરીને અલગ અલગ મીઠાઈના નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દરેક ઝોનની અંદર મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરીને નમુના લેવામાં આવ્યા છે તેમજ રીપોર્ટમાં જો ધારા ધોરણ મુજબ માલુમ નહી પડે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
