Vadodara Video : જરોદ ચોકડી હાઇવે પર ચાર વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે મોત
વડોદરાના જરોદ ચોકડી હાઈવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં અન્ય બે વાહનો અડફેટે લીધા હતા. ગોઝારા અકસ્માતમાં 2 લોકોનું ઘટના સ્થળ પર જ મોત થયુ છે.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે ફરી એક વાર વડોદરામાં અકસ્માતની ઘટના બની છે. વડોદરાના જરોદ ચોકડી હાઈવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં અન્ય બે વાહનો અડફેટે લીધા હતા.
ગોઝારા અકસ્માતમાં 2 લોકોનું ઘટના સ્થળ પર જ મોત થયુ છે. અકસ્માતમાં પતિ- પત્નીનું મોત થયુ છે. જ્યારે બે વ્યક્તિ ગાડીમાં ફસાયા હતા. જો કે અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક જરોદ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Latest Videos