Gujarat Video: કૌભાંડી કરુણેશ રાણપરિયા સહિત 5 આરોપીઓ અમરોલી પોલીસે ઝડપ્યા, મધ્ય પ્રદેશથી ધરપકડ
Surat: ટ્રસ્ટ ખોલ્યા બાદ દાનની રકમના હિસાબ માંગવાને લઈ મારામારી કરી હતી, પોલીસે ગુનો નોંધીને ધરપકડ માટે શોધખોળ શરુ કરી હતી. કૌભાંડી કરુણેશ રાણપરિયા સહિત 5 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.
સુરત ના કૌભાંડી કરુણેશ રાણપરિયાને અમરોલી પોલીસે ઝડપી લીધો છે. રાણપરિયા સહિત 5 આરોપીઓને સુરત પોલીસ ઝડપવામાં સફળ રહી છે. સુરતની અમરોલી પોલીસે આરોપીઓને મધ્ય પ્રદેશથી ધરપકડ કરી છે. આરોપીઓએ વિવિધ સામાજિક સંગઠનના નામે છેતરપિંડી આચરી હતી. તેજસ અને સંઘર્ષના સાથી નામે ટ્રસ્ટ ચલાવતા હતા અને તેઓએ છેતરપિંડી આચરી હતી. આ ટ્ર્સ્ટમાં અનેક લોકો જોડાયા હતા અને દાન એકઠુ કરવામાં આવ્યુ હતુ. દાનની રકમને અંગત કામમાં વાપરી નાંખવામાં આવી હતી. આ માટે સાથીઓએ હિસાબની માંગણી કરી હતી.
હિસાબ માંગવામાં આવતા તે રજૂ ના કરવો પડે એ માટે થઈને મારામારી કરી હતી. કરુણેશ અને તેની ટોળકીએ વરાછામાં મારામારી કરી હતી. આ મામલાની ઉત્રાણ પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં આવી હતી. ઘટના બાદ ફરાર થઈ ગયેલા આરોપીઓને પોલીસે મધ્યપ્રદેશથી ઝડપી લીધા છે.
આ પણ વાંચોઃ Gujarat Video:ધાનેરામાં વરસાદ બાદ નુક્શાનીના દ્રશ્યો, અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોચ્યા
સુરત અને ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી