Amreli: વડિયાના સુરવો ડેમમાંથી છોડાયુ પાણી, ખેડૂતોના પાકને મળશે જીવતદાન, જુઓ Video
Amreli: વડિયાના સુરવો ડેમમાંથી પાણી છોડવામાં આવતા વડિયા પંથકના ખેડૂતોના પાકને જીવતદાન મળશે. સુરવો ડેમનો દરવાજો અડધો ફુટ ખોલવામાં આવ્યો છે. જેમાંથી 10 મિલિયન ઘનફુટ પાણી છોડવામાં આવશે.
અમરેલીના વડિયા પંથકના ખેડૂતોને મોટી રાહત મળી છે. વડિયાના સુરવો ડેમમાંથી પાણી છોડવામાં આવતા વડિયા પંથકના ખેડૂતોને ફાયદો થશે. સુરવો ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. સુરવો ડેમમાંથી કુલ 10 મિલિયન ઘનફૂટ પાણી છોડવામાં આવશે. જેમાંથી નીચાણવાળા વિસ્તારના ચેકડેમ ભરવામાં આવશે. વડિયા અને ચારણીયા પંથકના ખેડૂતોએ પાણી છોડવા માટે રજૂઆત કરી હતી. જેને તંત્રએ ગ્રાહ્ય રાખી પાણી છોડવાની કામગીરી હાથ ધરી. પાણી મળતા હવે ખેડૂતોના ધાણા, ઘઉં અને ચણા સહિતના પાકને જીવતદાન મળશે.
સુરવો ડેમના પાણીથી ભરાશે નીચાણવાળા વિસ્તારના ચેકડેમ
ચારણીયા સહિત ગામડાના ખેડૂતોને રાહત મળશે, જેના કારણે આ વિસ્તારમાં ખેડૂતોની જમીનના તળ પાણીથી ખૂબ ઉંચા આવશે. ચોમાસા દરમ્યાન સુરવોડેમ 100% ભરાયો હતો અને બે વખત ઓવરફ્લો થયો હતો. હાલમાં માત્ર 35% પાણીનો સ્ત્રોત છે જેના કારણે આવતા દિવસોમાં ભર ઉનાળાની કાળઝાળ ગરમી અને આકરા તાપમાન વચ્ચે આ વિસ્તારમાં પાણીની મોટી સમસ્યા સર્જાઈ શકે છે. ખેડૂતોને હજુ પણ આવતા દિવસોમાં પાણીની જરૂરીયાત થઈ શકે છે.
આ પણ વાંચો: Gujarati Video : અમરેલીના ગામડાઓમાં સાવજો સંકટ બન્યા, ગામ લોકોમાં ફફડાટ ફેલાયો
આ તરફ ગીરના સાવજો અમરેલીના ગામડાઓ માટે સંકટ બન્યા છે. વારંવાર ગામમાં સિંહો આવી જતા ગામલોકોને તેમના માલઢોરની સલામતીનો ડર સતાવે છે. રાજુલા તાલુકાના રામપુરા ગામમાં આ માહોલ રોજનો થઈ ગયો છે. જ્યાં સિંહોના આંટાફેરા વધ્યા છે. ડાલામથ્થાની ડણકથી ગામલોકો ભયભીત બન્યા છે.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
