Gujarati Video : અમરેલીના ગામડાઓમાં સાવજો સંકટ બન્યા, ગામ લોકોમાં ફફડાટ ફેલાયો
સૌરાષ્ટ્રના સિંહો માત્ર ગુજરાત જ નહીં આખા દેશની શાન છે.સિંહોની વસતી વધારવા અને તેમને રક્ષણ આપવા સરકાર તરફથી અનેક પ્રયાસો થાય છે અને તેનું ગૌરવ પણ લેવાય છે..પરંતુ અમરેલીના ગામડાઓમાં આ સાવજો સંકટ બન્યા છે. સત્તર - સત્તર.જી હા વિચાર કરો કે એક સાથે 17 સિંહોનું ટોળું તમારી સામે આવી જાય તો.જો કે રાજુલા તાલુકાના રામપુરા ગામમાં આ માહોલ રોજનો થઇ ગયો છે.
સૌરાષ્ટ્રના સિંહો માત્ર ગુજરાત જ નહીં આખા દેશની શાન છે.સિંહોની વસતી વધારવા અને તેમને રક્ષણ આપવા સરકાર તરફથી અનેક પ્રયાસો થાય છે અને તેનું ગૌરવ પણ લેવાય છે..પરંતુ અમરેલીના ગામડાઓમાં આ સાવજો સંકટ બન્યા છે. સત્તર – સત્તર.જી હા વિચાર કરો કે એક સાથે 17 સિંહોનું ટોળું તમારી સામે આવી જાય તો.જો કે રાજુલા તાલુકાના રામપુરા ગામમાં આ માહોલ રોજનો થઇ ગયો છે.જ્યાં સિંહો સંકટ બનીને આવ્યાં છે . સિંહોએ આખા ગામને જાણે બાનમાં લીધું છે.ડાલામથ્થાની ડણક આ ગામ માટે મોટો ખતરો બન્યા છે.
અત્યાર સુધી ગામની નજીક વાડી વિસ્તારમાં સિંહોના આાટાફેરા હતા, પણ હવે તો ગામમાં જ સિંહોએ ધામા નાખ્યા હોય તેવો ઘાટ ઘટાયો છે. ગામની ચારે તરફ સિંહોનો વસવાટ છે.સાંજ પડતા જ સિંહોના ટોળેટોળા ગામમાં આંટાફેરા મારવા લાગે છે.અને સાથે જ રાતના કાળા અંધારા સાથે ગામમાં ડરનો માહોલ છવાય છે.
માતા-પિતાને ડર લાગે કે તેમનો દીકરો ઘરેથી નિકળ્યો છે તે સહી સલામત પરત ફરશે કે કેમ..સાવજ લોકોના કિંમતી પશુધનનો શિકાર કરે છે.. મોંઘા પશુધનને બચાવવા માટે પાંજરામાં પુરવાની જરૂરિયાત ઉભી થઈ છે.સાવજોના આ સંકટથી બચવા લોકોએ પોતાની ઘરની આસપાસ મસમોટી દિવાલો ચણી છે..પણ સિંહો તો આવી ઉંચી દિવાલોને પણ આરામથી કુદાવી લોકોના ઘર સુધી પહોંચી જાય છે.
આ પણ વાંચો : Gujarati Video : બનાસકાંઠામાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાં દારૂ પકડાયો, રાહદારીને મારી ટક્કર