Amreli: ચલાલા નજીક વાવડી ગામમાં સાવજોના ટોળાની લટાર CCTVમાં કેદ – જુઓ Video

Amreli: ચલાલા નજીક આવેલા વાવડી ગામમાં સાવજોનું ટોળાએ ગામમાં લટાર લગાવી હતી. જેમા કેટલાક સિંહણો અને પાઠડા દેખાઈ રહ્યા છે. સિંહોની લટારના આ દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ત્યારે ગામલોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 8:46 PM

Amreli : અમરેલીના ચલાલાના વાવડી ગામે સિંહોની લટારના દૃશ્યો સામે આવ્યા છે. વાવડી ગામે શનિવારે રાત્રે ગામની બજારમાં 7 સાવજો જાણે લટાર મારવા નીકળ્યા હોય તેમ ગામમાં આંટાફેરા કરતા જોવા મળી રહ્યા છે. ડાલામથ્થા સાવજોની આ લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

વાવડી ગામમાં આ પ્રકારે અનેકવાર સિંહો આવી ચડે છે. આ વિસ્તારમાં સાવજોએ ઘણા સમયથી તેમના ડેરાતંબુ તાણીને પોતાનું કાયમી રહેણાંક બનાવ્યુ હોય તેવુ અહીંના સ્થાનિકોનું કહેવુ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અવારનવાર અહીં સિંહો આંટાફેરા કરતા જોવા મળે છે.

આ પણ વાંચો : Gujarati Video : રાજુલાનો ધાતરવડી-2 ડેમ સતત બીજીવાર થયો ઓવરફ્લો, આસપાસના 10 ગામોને હાઈએલર્ટની સૂચના

હાલ ચોમાસાની સીઝનમાં જંગલોમાં જીવજંતુઓ અને મચ્છરોનો ઉપદ્રવ વધતા સિંહો બહાર ખુલ્લામાં નીકળી જાય છે. આ જ કારણોથી અહીંના સિંહો અવારનવાર ગામ બાજુ આંટાફેરા મારતા દૃશ્યો સામે આવતા રહે છે. હાલ વાવડી ગામમાં છેલ્લા ઘણા સમયથી સિંહોએ આ પ્રકારે તેમનુ રહેઠાણ બનાવ્યુ છે તેને લઈને ગામલોકોમાં પણ ભયનો માહોલ છે. વરસાદી સીજનમાં સિંહો જંગલ વિસ્તારની બહાર વધુ ફરે છે અને આમતેમ લટાર મારતા રહે છે. અમરેલી અને ગીરના અનેક ગામડાઓમાં આ પ્રકારે સિંહો આંટાફેરાની ઘટના સામે આવતી રહે છે. સિંહો ઘણીવાર શિકાર અને પાણીની શોધમાં પણ ગામ તરફ આવી જાય છે.

Input Credit- Jaydev Kathi- Amreli

અમરેલી સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">