Gujarati Video : રાજુલાનો ધાતરવડી-2 ડેમ સતત બીજીવાર થયો ઓવરફ્લો, આસપાસના 10 ગામોને હાઈએલર્ટની સૂચના
Amreli: અમરેલીના રાજુલાનો ધાતરવડી-2 ડેમ સતત બીજીવાર ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના કારણે ડેમમાં નવા નીર આવ્યા છે. ધાતરવડી-2 ડેમ ફરી છલોછલ થયો છે. ડેમ ઓવરફ્લો થતા આસપાસના 10 ગામોને હાઈએલર્ટની સૂચના અપાઈ છે.
Amreli: અમરેલી પંથકમાં અવિરત મેઘમહેર થઈ રહી છે. જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાની અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે, અનેક જળાશયો ઓવરફ્લો થયો છે. રાજુલાનો ધાતરવડી- 2 ડેમ સતત બીજીવાર ઓવરફ્લો થયો છે. હાલ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે રાજુલાના ડેમ આસપાસના 10 ગામોને હાઈએલર્ટની સૂચના આપવામાં આવી છે. અમરેલીમાં ભારે વરસાદ બાદ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો : Monsoon: અમરેલીમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, પાણીની આવક થતા ગાગડીયા નદી જીવંત બની, જુઓ આકાશી દ્રશ્યો-Video
લાઠીની ગાગડિયા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે. જે બાદ ગાગડિયા નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. લાઠી પાસેના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. જો ભારે વરસાદ પડશે તો લોકોને વધુ હાલાકી પડી શકે છે. વરસાદના બીજા રાઉન્ડમાં જ નદી નાળા પર પાણી ફરી વળ્યા છે.
અમરેલી સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
