અમરેલી જિલ્લાના ખેડૂતોને માવઠાએ રડાવ્યા, આફત બનીને ત્રાટકેલા કમોસમી વરસાદે મહિનાઓની મહેનત પર ફેરવી દીધુ પાણી- Video

અમરેલી જિલ્લાના ખેડૂતોને માવઠાએ રડાવ્યા, આફત બનીને ત્રાટકેલા કમોસમી વરસાદે મહિનાઓની મહેનત પર ફેરવી દીધુ પાણી- Video

| Edited By: | Updated on: Oct 31, 2026 | 9:30 PM

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદથી ખાંભા, ગીર, બગસરા, અમરેલી, કુંકાવાવ, બાબરા અને વડિયા પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠુ આવ્યુ. આ સમયે ખેડૂતોએ ખેતરમાં તૈયાર થયેલી મગફળીના યાર્ડમાં લઈ જવા માટે પાથરા કર્યા હતા. અચાનક વરસાદ વરસતા ખેતરમાં પડેલી […]

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદથી ખાંભા, ગીર, બગસરા, અમરેલી, કુંકાવાવ, બાબરા અને વડિયા પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠુ આવ્યુ. આ સમયે ખેડૂતોએ ખેતરમાં તૈયાર થયેલી મગફળીના યાર્ડમાં લઈ જવા માટે પાથરા કર્યા હતા. અચાનક વરસાદ વરસતા ખેતરમાં પડેલી મગફળી પલળી ગઈ, ત્યારે મગફળીમાં પાણી ભરાઈ જતા હવે તે કોઈ કામની ન રહી. આમ ખેડૂતોના પરસેવાની મહેનત માવઠાનું પાણી ફરી વળ્યુ છે.

ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતો હૈયાવરાળ ઠાલવતા જોવા મળ્યા. શુક્રવારે દોઢેક ઈંચ વરસાદ પડી જતા મગફળીનો પાક બગડી ગયો અને પાણી જવાથી તે કાળી પડી ગઈ છે. એક તરફ ખેડૂતો માટે પિયત માટે પાણી બચ્યુ નથી, મહામહેનતે એક પાક લીધો હતો, તે પણ વરસાદમાં પલળી જતા ખેડૂતોની માથે આભ તૂટી પડ્યુ છે.

એક તરફ ચોમાસામાં અપૂરતો વરસાદને કારણે પાણીની પણ અછત છે ત્યારે ખેડૂતોએ મહા મુસીબતે કૂવા અને બોરમાંથી પાણી લઈને મગફળીનો પાક બચાવ્યો હતો. અચાનક સાંજે બે ઈંચ જેટલો વરસાદ ત્રાટકવાથી ખેતરમાં બધુ તહસનહસ થઈ ગયુ. વરસાદ પડવાને કારણે મગફળીના પાથરા અને પશુઓ માટેનો ઘાસચારો સડી ગયો. હવે મગફળીના ખેડૂતોને પૂરતા ભાવ મળી શકે તેમ નથી ત્યારે ચાર મહિનાની લોહી પાણી એક કરીને કરેલી મહેનત પર પાણી ફરી વળ્યુ છે. ત્યારે હવે સરકાર ધરતીપુત્રોને કંઈક સહાય કરે તેવી માગ જગતનો તાત કરી રહ્યો છે.

Input Credit- Raju Karia- Amreli

એક સમયે પીવાના પાણી માટે તરસતુ, ભૂખમરાથી પીડાતા આ શહેરે રણપ્રદેશમાંથી કેવી રીતે ઉભુ કર્યુ અમીરીનું સામ્રાજ્ય- વાંચો

Published on: Oct 31, 2026 09:26 PM
Follow Us
Loading...
Unable to load recommendations.