અમરેલીમાં મુખ્યમંત્રીએ કરાવી જળઉત્સવની અનોખી પહેલ, ગાગડિયા નદી પર ચેકડેમનું કરાયુ ખાતમુહૂર્ત, પાણી આવતા ખેડૂતોને થશે ફાયદો
રાજ્યમાં સૌપ્રથમ જળ ઉત્સવનો પ્રારંભ અમરેલીના દુધાળા ગામથી મુખ્યમંત્રીએ કરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાગડિયા નદી પર ચેકડેમનું ખાતમુહૂર્ત કરી જળઉત્સવનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે તેમણે જણાવ્યુ કે સૌરાષ્ટ્રમાં લગભગ બધાએ પાણીની તકલીફ જોઈ છે. પણ આજે ખારોપાટ વિસ્તારમાં ગાગડિયા નદીને પાણીથી ભરી દેવાઈ છે.
અમરેલીમાં લાઠીના દુધાળા ગામે જળ ઉત્સવ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી, રાજ્યપાલ, ઉદ્યોપતિ સવજી ધોળકિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ જળોત્સવ કાર્યક્રમનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો. સીએમએ ગાગડિયા નદી પર ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યુ.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ કે સૌરાષ્ટ્રમાં મોટાભાગના લોકોએ પાણીની તકલિફ જોઈ છે. આજે ખારોપાટ વિસ્તારમાં ગાગડિયા નદીના પાણીથી ભરી દેવાઈ છે. આ આયોજન રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા થયુ છે. મુખ્યમંત્રીએ લોકોને પાણીનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવા પણ અપીલ કરી. તેમણે જણાવ્યુ પીએમ મોદીએ પાણીને પ્રસાદની જેમ વાપરવા કરેલા આગ્રહને સહુએ યાદ રાખવો જોઈએ.
આ પ્રસંગે રાજ્યપાલે તેમના સંબોધનમાં જણાવ્યુ કે આજે રાજ્ય માટે ઘણો મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્યનો પ્રથમ જળ ઉત્સવ દુધાળાની ધરતી પર ઉજવાઈ રહ્યો છે. આગામી દિવસોમાં રાજ્યને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો મુખ્યમંત્રીનો સંકલ્પ છે અને આ સંકલ્પ માત્ર ગુજરાત જ નહીં બીજા રાજ્યોની સરકારો માટે પણ પ્રેરણારૂપ બનશે.
જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યુ કે પીએમ મોદીના માર્ગદર્શનમાં લાઠી લીલીયાના ખારાપાટમાં પીપીપી ધોરણે ગાગડિયા નદી ઉંડી પહોળી કરવાનુ ડિસલ્ટિંગ કરવાનું કામ થયુ છે. આ કાર્ય થકી ખારાપાટમાં જળક્રાંતિ આવી છે.
Input Credit- Himanshu Makwana- Lathi, Amreli
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





