AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli: ખેતર ફરતે લાગેલા વીજ કરંટના તારે લીધો 9 વર્ષની સિંહણનો જીવ

Amreli: ખેતર ફરતે લાગેલા વીજ કરંટના તારે લીધો 9 વર્ષની સિંહણનો જીવ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 10:26 AM
Share

અમરેલીના ધારીનજીકના જીરા ગામમાં કપાસના ખેતર ફરતે ખેડૂતે તાર ફેન્સિંગ કરી હતી. જેમાં વીજ કરંટ પસાર થતો હતો. અને આ કરંટે 9 વર્ષની સિંહણનો જીવ લીધો.

અમરેલીના ધારી નજીક જીરા ગામમાં વીજ શોકને કારણે એક સિંહણનું મોત નિપજ્યું છે. કપાસના ખેતર ફરતે ખેડૂતે તાર ફેન્સિંગમાં વીજ શોક લગાવ્યો હતો. આ તાર ફેન્સિંગને ઓળંગવા જતા 9 વર્ષની સિંહણનું વીજ શોક લાગવાથી મોત થયું હતુ. હાલ ખેડૂતની વનવિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

માહિતી પ્રમાણે અમરેલીના ધારી નજીકના જીરા ગામમાં કપાસના ખેતર ફરતે ખેડૂતે તાર ફેન્સિંગ કરી હતી. જેમાં વીજળી આપવામાં આવી હતી. પશુઓથી પાકને બચાવવા માટે આ પ્રકારના ઉપાયો ખેડૂતો અજમાવતા હોય છે. આવામાં આ ઉપાયે 9 વર્ષની સિંહણનો જીવ લઇ લીધો છે. ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

તો બીજી તરફ અલગ દ્રશ્યો જોવા મળ્યા હતા. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના ટોળા આંતક મચાવ્યો હોય તેના અહેવાલ પણ આવ્યા છે. રાજુલા તાલુકાના ધારેશ્વર ગામમાં રાત્રીના સમયે 80 ઘેટાના વાડામાં સિંહો ત્રાટક્યા. અને જેમાંથી 50 ઘેટાનું મારણ કર્યું તો અન્યને ઈજાગ્રસ્ત કર્યા. તો કેટલાક જીવન મરણની પથારી વચ્ચે જીવી રહ્યા છે. જેને પગલે માલધારી સમાજમાં રોષ વ્યાપ્યો હતો. તેમજ ઘટનાની જાણ થતા રાજુલા ઇન્ચાર્જ રેન્જ ઓફિસર સહીત વનવિભાગ પણ દોડી આવ્યું અને તપાસ શરૂ કરી હતી. સિંહોના શિકારના કારણે હાલ માલધારી પરિવાર ઉપર મોટી આફત આવી છે. અને સરકાર સમક્ષ વળતર આપવા માગ કરી છે.

 

આ પણ વાંચો: Monsoon 2021: તોફાની વરસાદમાં એક જ દિવસમાં વધુ 10 ડેમો ઓવરફ્લો, જાણો કયા વિસ્તારમાં ડેમોની શું સ્થિતિ

આ પણ વાંચો: Kheda: કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઓવરટેકિંગ દરમિયાનના અકસ્માતે લીધા 4 ના જીવ

Published on: Oct 01, 2021 10:01 AM
g clip-path="url(#clip0_868_265)">