અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ, એક આરોપીની કરાઈ અટકાયત
અમરેલી: ખેડામાં થયેલા સિરપકાંડ બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે. રાજ્યભરમાં ગત મોડી રાત્રિથી જ દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમા મોટા પ્રમાણમાં શંકાસ્પદ સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અમરેલીના વડિયામાંથી પણ દરોડા દરમિયાન નશાયુક્ત સિરપની 280 બોટલ સાથે 7 પેટી જપ્ત કરવામાં આવી છે.
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપનો જથ્થો ઝડપાયો છે. નશાયુક્ત સિરપની 280 બોટલની 7 પેટી જપ્ત કરવામાં આવી છે. સિરપના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. પોલીસે પાનની દુકાન ચલાવતા રાજેશ સાંગાણીના મકાનમાં દરોડા પાડ્યા હતા અને નશાયુક્ત સિરપની બોટલ મળી આવી હતી. ખેડામાં નશાયુક્ત સિરપ પીવાથી 5 લોકોના મોત બાદ પોલીસતંત્ર સફાળુ જાગ્યુ છે અને રાજ્યભરમાં દરોડા કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : નશીલા સિરપને લઈને રાજ્યભરમાં દરોડા, રાજકોટ પોલીસે વિવિધ સ્થળોએ હાથ ધર્યુ ચેકિંગ- જુઓ વીડિયો
અમરેલીના બાબરા નગરપાલિકાના મહિલા સદસ્યના પતિના ગોડાઉન પર પણ દરોડા કરવામાં આવ્યા હતા અને 3000થી વધુ આયુર્વેદિક સિરપની બોટલ જપ્ત કરવામાં આવી હતી. અંદાજે 4.50 લાખથી વધુની કિંમતની 3 હજાર બોટલ મળી આવી હતી. હાલ પોલીસે આ બોટલનો જથ્થો જપ્ત કરી લીધો છે અને પકડાયેલો જથ્થો FSLમાં તપાસ માટે મોકલવામાં આવશે.
આ અગાઉ પણ મહિલા નગરસેવકના પતિના ગોડાઉનમાંથી 60 લાખથી વધુની કિંમતની સિરપની બોટલ જપ્ત કરવામાં આવી હતી.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
