ભાજપના વળતા પાણીની રાહ જોનારા સાંભળી લે, પશ્ચિમ બંગાળ-તમિલનાડુમાં પણ ભગવો લહેરાશેઃ અમિત શાહ
અમિત શાહે તાજેતરમાં યોજાયેલ બિહાર વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જેમ બિહારમાં કોંગ્રેસનો ખુદડો નીકળી ગયો તેમ ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો ખૂદડો બોલી જવાનો છે. કોંગ્રેસ શોધી પણ નહીં જડે.
મોરબી ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામખ્યા સુધી ઘુસપેઠીયાને હાંકી કાઢવાના છે. આ દેશમાં જન્મયા નથી તેવા લોકોને વડાપ્રધાન કે મુખ્યપ્રધાન પંસદ કરવાનો કોઈ અધિકાર નથી. અમિત શાહે એમ પણ કહ્યું કે, જે લોકો ભાજપના વળતા પાણી થવાની રાહ જોઈ રહ્યાં છે તે કાન ખોલીને સાંભળી લે, તમિલનાડુ અને બંગાળમાં પણ ભાજપ એનડીએની સરકાર બનવાની છે.
અમિત શાહે તાજેતરમાં યોજાયેલ બિહાર વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જેમ બિહારમાં કોંગ્રેસનો ખુદડો નીકળી ગયો તેમ ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો ખૂદડો બોલી જવાનો છે. કોંગ્રેસ શોધી પણ નહીં જડે.
કોંગ્રેસના સાગરિત સપા, ટીએમસી, ડીએમકે મતદારયાદી સુધારણા કાર્યક્રમનો વિરોધ કરે છે તેમને એક વાત પુછવા માંગુ છુ કે, આ દેશમાં જન્મયા નથી તેવા પવિત્ર લોકતાત્રિક પર્વમાં સામેલ થવાનો કેવી રીતે અધિકાર મળ્યો. ભાજપનો સંકલ્પ છે કે, ઘુસપેઠીયા વડાપ્રધાન કે મુખ્યપ્રધાન પંસદ કરવાનો કોઈ અધિકાર નથી. આપણા બંધારણે આ નક્કી કરવાનો અધિકાર ભાજપના નાગરિકને આપ્યો છે. તૃણમુલને કહેવા માંગુ છુ કે હવે અટકી જાઓ નહીં તો બચ્યુ ખુચ્યું છે ત્યા પણ ભાજપનો ભગવો લહેરાશે.