ત્રીજી લહેરની આશંકાને લગાલે અંબાજી કોવિડ સેન્ટર સજ્જ, 120 ઓક્સિજન બેડ, ઓક્સિજન પ્લાન તૈયાર
Ambaji: સંભવિત ત્રીજા તરંગની આશંકા વચ્ચે અંબાજી કોવિડ સેન્ટરમાં વધુ 70 બેડ ઉમેરવામાં આવ્યા છે. ચાલો જાણીએ વિગતવાર.
Ambaji: યાત્રાધામ અંબાજી ખાતે હોસ્પિટલમાં સંભિવત કોરોનાની લહેરને લઇને તૈયારીઓ હાથ ધરાઇ છે. હોસ્પિટલના બેડ 50થી વધારી 120 કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે રોટરી કલબ ડીસ્ટ્રીક્ટ તથા રોટરી ફાઉન્ડેશન ઓફ ઈન્ટરનેશનલના સહયોગથી 40 કરોડના ખર્ચે ઓક્સિજન પ્લાન બનાવાયો છે.
એક કલાકમાં 250 કિલો ઓક્સિજન પૂરૂ પાડી શકે તેવો આ પ્લાન્ટ છે. ઓમિક્રોનની દહેશત વચ્ચે આંબજી કોવિડ સેન્ટર ખાતે 120 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઇ છે. તો અંબાજીની હોસ્પિટલમાં ઓક્સિજનની વ્યવસ્થા કાયમી મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા જે પ્લાન્ટની ફાળવણી કરાઇ છે તે પણ ટૂંક સમયમાં કાર્યરત થશે.
કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના ખતરાને પગલે વડોદરાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. શહેરની ગોત્રી હોસ્પિટલમાં ઓમિક્રોનના દર્દીઓ માટે અલગથી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં 20 બેડની સુવિધા છે. તમામ બેડ ઓક્સિજન, વેન્ટીલેટર સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવેલી છે.
જણાવી દઈએ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના વધારાના ઓમીક્રોન વોર્ડની પણ શરૂઆત કરી છે. તે રીતે હવે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ ઓમીક્રોનને લઈ નવો વોર્ડ શરૂ કરાયો છે. જેમાં હોસ્પિટલના 5માં માળે ઓમિક્રોન તથા કોવિડ દર્દીઓ માટે વ્યવસ્થા કરાઈ છે. હાલ કુવૈતથી આવેલા મુસાફરો વોર્ડમાં દાખલ છે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીને દાખલ કરાયા છે અને ઓમિક્રોન માટે સેમ્પલ મોકલાયા છે.
આ પણ વાંચો: ઊંઝાના ધારાસભ્ય આશા પટેલની હાલત ગંભીર, ડેન્ગ્યુ બાદ લીવર ડેમેજ થતા વેન્ટિલેટર ઉપર ખસેડાયા
આ પણ વાંચો: જામીનની શરતોમાં છૂટ મેળવવા આર્યન ખાન પહોંચ્યો બોમ્બે HC, NCB ઓફિસ પર દર અઠવાડિયે હાજરી આપવાથી માંગી રાહત
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
