ઊંઝાના ધારાસભ્ય આશા પટેલની હાલત ગંભીર, ડેન્ગ્યુ બાદ લીવર ડેમેજ થતા વેન્ટિલેટર ઉપર ખસેડાયા
ઊંઝાના ધારાસભ્ય આશા પટેલની હાલત ગંભીર છે. તેઓને ડેન્ગ્યુ બાદ લીવર ડેમેજ થતા વેન્ટિલેટર ઉપર ખસેડાયા. હાલ ઝાયડસ હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા છે.
Mehsana: ઊંઝાના ધારાસભ્ય (Unjha MLA) આશાબેન પટેલની (Ashaben Patel) તબીતત વધુ ખરાબ હોવાની માહિતી આવી છે. ત્યારે ધારાસભ્ય આશાબેન પટેલ હાલ વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું છે. તો જણાવી દઈએ કે તેમને ડેન્ગ્યુ થયો હતો. ડેન્ગ્યુ બાદ લીવર ડેમેજ થતા હાલ હાલત ગંભીર છે. સ્થિતિ વધુ ખરાબ થતા આશાબેન પટેલને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ડેન્ગ્યુ થયા બાદ આશાબેનને બે દિવસ ઊંઝાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેઓ સારવાર હેઠળ હતા. જણાવી દઈએ કે તેઓ દિલ્હીથી 7 તારીખે આવ્યા હતા. ત્યાર બાદ તેમને ડેન્ગ્યુ થયો હતો. તબિયત વધુ લથડતા ઝાયડ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ત્યારે લીવર ડેમેજ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: જામીનની શરતોમાં છૂટ મેળવવા આર્યન ખાન પહોંચ્યો બોમ્બે HC, NCB ઓફિસ પર દર અઠવાડિયે હાજરી આપવાથી માંગી રાહત
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
