AMCની ટીમે 244 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સ્થગિત કર્યો, ગોતાની ક્રિષ્ણા અને નરોડાની રાધે ડેરીમાંથી મળ્યો જથ્થો

| Edited By: | Updated on: Apr 08, 2026 | 4:02 PM

અમદાવાદ મહાનગરપાલિકાની ટીમે કૂલ 244 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સ્થગિત કર્યો છે. જો કે, રાત દીવસ વિવિધ ખાદ્યચીજોની તપાસ કરતી આવેલ મનપાની ટીમને પહેલી જ નજરમાં પનીરનો જથ્થો શંકાસ્પદ જણાયો હતો. આથી તેના નમુના લઈને લેબોરેટરીમાં વૈજ્ઞાનિક ઢબે ચકાસણી અર્થે મોકલી આપ્યા છે.

ઉનાળાની ઋતુમા રોગચાળો ફાટી ના નીકળે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ સક્રિય થઈ ચૂકી છે. અમદાદાવ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય-ફુડ વિભાગે, વિવિધ વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. છેલ્લા પાંચ દિવસમાં મનપાની ટીમે, કૂલ 188 ખાધ્યચીજોના સેમ્પલ તપાસ અર્થે લીધા છે. જેમાં તાજેતરમાં જ ખુબ ચર્ચામાં આવેલા નકલી પનીરના જથ્થાને ધ્યાને લઈને મનપાની ટીમે પનીરના 69 સેમ્પલ ચકાસણી અર્થે લીધા છે. જ્યારે 52 સેમ્પલ દૂધના લેવામાં આવ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય-ફુડ વિભાગની ટીમને ગોતા અને નરોડામાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો છે. આ કારણોસર અમદાવાદ મહાનગરપાલિકાની ટીમે કૂલ 244 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સ્થગિત કર્યો છે. જો કે, રાત દીવસ વિવિધ ખાદ્યચીજોની તપાસ કરતી આવેલ મનપાની ટીમને પહેલી જ નજરમાં પનીરનો જથ્થો શંકાસ્પદ જણાયો હતો. આથી તેના નમુના લઈને લેબોરેટરીમાં વૈજ્ઞાનિક ઢબે ચકાસણી અર્થે મોકલી આપ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફુડ વિભાગની ટીમે જે 244 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સ્થગિત કર્યો છે, તેમાં ગોતામાં આવેલ ક્રિષ્નાડેરીનો 140 કિલો પનીરનો જથ્થો સ્થગિત કરાયો છે. જ્યારે નરોડા વિસ્તારમાં આવેલ રાધે ડેરીનો 104 કિલો પનીરનો જથ્થો સ્થગિત કરાયો છે.

Breaking News : અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ ! દાનમાં મળેલ જમીન બારોબાર મુસ્લિમને વેચી માર્યાનો આક્ષેપ

Follow Us