હડકાયા અને હિંસક શ્વાન અંગે સુપ્રીમ કોર્ટના આદેશના પગલે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં !

| Edited By: | Updated on: May 20, 2026 | 9:09 PM

અમદાવાદમાં રખડતા શ્વાનના ત્રાસને ડામવા માટે એએમસી (AMC) દ્વારા કડક ઓપરેશન શરૂ કરાયું છે. સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશ બાદ શહેરમાં નવી ગાઈડલાઈન જાહેર કરાઈ છે.

અમદાવાદમાં રખડતા શ્વાનની સમસ્યા વચ્ચે સુપ્રીમ કોર્ટે હિંસક અને હડકાયા શ્વાનને દયા મૃત્યુ આપવાનો મહત્વનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો સીએનસીડી (CNCD) વિભાગ સજ્જ બન્યો છે. તંત્ર દ્વારા 5 વેટરનરી ડોક્ટરોની ખાસ ટીમ બનાવવામાં આવી છે, જે શ્વાનની તપાસ કરશે. હિંસક શ્વાનને પકડીને 15 દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને હડકવાની તપાસ માટે 29 રેપિડ કીટનો ઉપયોગ કરાશે.

તંત્ર દ્વારા બહેરામપુરાથી શ્વાનની વસતીગણતરી પણ શરૂ કરાઈ છે, જે 10 મહિનામાં પૂર્ણ થશે. હાલ 89 ટકા સ્ટિરિલાઈઝેશન કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને 8,000 થી વધુ શ્વાનમાં ટ્રેકિંગ માટે માઇક્રોચિપ લગાવાઈ છે. આ ઉપરાંત, વસ્ત્રાલ અને લાંભા ખાતે 450 ની ક્ષમતાવાળા નવા શેલ્ટર હોમ જુલાઈ સુધીમાં કાર્યરત થઈ જશે. શહેરમાં અત્યાર સુધી 19,700 પાલતુ શ્વાન (પેટ ડોગ) નું રજીસ્ટ્રેશન પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

23 મેથી આ 4 રાશિવાળા જીવશે રાજા જેવી જિંદગી, બુધનો આ ચમત્કાર કરિયરમાં લાવશે મોટો પરિવર્તન !

Follow Us