રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલની મોટી આગાહી, ત્રણ ઓગસ્ટે ફરી મેઘરાજા બોલાવશે ધબધબાટી અને ગુજરાત થશે તરબોળ- Video
રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલે કહ્યુ ત્રીજી ઓગસ્ટે પર રાજ્યમાં ઘનઘોર વાદળો ઘેરાશે અને સમગ્ર ગુજરાતમાં વરસાદ તૂટી પડશે. કોઈ એકલ દોકલ વિસ્તારો નહીં પરંતુ સમગ્ર ગુજરાતને મેઘરાજા ઘમરોળશે.
જુલાઈ પરો થવાની સાથે જ ઓગસ્ટમાં મેઘરાજા પોતાનું ભયાનક રૂપ ધારણ કરી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે ઓગસ્ટમાં મેઘરાજા ભરપૂર વરસવાના છે. શ્રાવણ મહિનામાં વરસાદી તાંડવના એંધાણ છે. અંબાલાલનું કહેવું છે કે 3 ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે અને જો 3 ઓગસ્ટે ભારે વરસાદ વરસશે તો 3 ઓગસ્ટ બાદ અતિભારેની શક્યતા છે. જેમાં મેઘરાજા સમગ્ર ગુજરાતને ઘમરોળી શકે છે. જેથી આ વરસાદ ખેડૂતો માટે સારો ન હોવાનું અંબાલાલ માની રહ્યા છે.
આ તરફ મેઘરાજા આવનારા તહેવારોની પણ મજા બગાડે તેવા એંધાણ છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે જન્માષ્ટમીથી લઈ ગણેશોત્સવમાં ભારે વરસાદની શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેેમા અનેક જિલ્લાઓના હાલ બેહાલ કરી નાખ્યા છે. જેમા અમદાવાદ ગ્રામ્ય, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.