હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચોમાસાને લઈને વધુ એક આગાહી, ચોમાસા પહેલા રાજ્યમાં વાવાઝોડાનો ખતરો- Video

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચોમાસાને લઈને વધુ એક આગાહી, ચોમાસા પહેલા રાજ્યમાં વાવાઝોડાનો ખતરો- Video

| Edited By: | Updated on: May 31, 2024 | 1:05 PM

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને ચોંકાવનારી આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસાના આગમન પહેલા અરબ સાગરમાં મોટી હલચલ થવાના એંધાણ છે. અરબસાગરમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને વધુ એક આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસાનું આગમન થાય એ પહેલા વાવાઝોડાનો ખતરો છે. અરબસાગરમાં મોટી હલચલ દેખાઈ રહી છે. 8 જુનથી અરબ સાગર હિલોળે ચડી સકે છે. 8 જુનની આસપાસ અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બનશે, બંગાળની ખાડીમાં પણ ડીપ ડિપ્રેશન બનશે. 8 થી 14 જુન વચ્ચે અરબસાગરમાં ક્વચિત વાવાઝોડુ, ચક્રવાત બની શકવાની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. જેના કારણે અરબ સાગરથી આવતા પવનમાં મોટા ફેરફાર જોવા મળશે. સમુદ્રમાં ઉંચી ઉંચી લહેરો જોવા મળશે અને ઘણા ઉંચા મોજા ઉછળી શકે છે.

જુન મહિનાના અંત સુધીમાં રાજ્યભરમાં પડી જશે વાવણીલાયક વરસાદ

અંબાલાલ પટેલની આગાહી મુજબ 13 થી 16 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ દસ્તક દઈ દેશે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત તેજ ગતિના પવન સાથે થશે. 17મી જૂનથી તેજ ગતિના પવન સાથે ધોધમાર વરસાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં થશે. જુનના અંતમાં સુધીમાં વાવણીલાયક વરસાદ પડી જતા ખેડૂતો વાવણી કરી શકશે. આ વર્ષે ચોમાસુ સારુ રહેવાનુ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

આ  પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડમાં ક્રાઇમ બ્રાંચે 4 અધિકારીઓની કરી ધરપકડ, તપાસમાં અનેક મોટી બેદરકારી સામે આવી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો