અંબાજી-કલોલ ST બસને નડ્યો અકસ્માત, વીજળીના થાંભલે ભટકાતા જીવ તાળવે ચોંટી ગયા!
બનાસકાંઠા જિલ્લાના દાંતા નજીક એસટી બસને અકસ્માત નડ્યો હતો. એસટી બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. ઘટના બાદ સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. જોકે બસમાં સવાર તમામ લોકો સલામત હોવાને લઈ મોટી ઘટના ટળી હોવાની રાહત સર્જાઈ હતી.
બનાસકાંઠા જિલ્લામાં મોટી ઘટના સર્જાતી ટળી ગઈ છે. દાંતા નજીક એસટી બસને અકસ્માત નડ્યો હતો. એસટી બસને અકસ્માતના કોલને પગલે પોલીસ સહિતની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. અંબાજી કલોલ બસના એસટી બસના ચાલકનો સ્ટીયરીંગ પર થી કાબૂ ગુમાવવાને લઈ અકસ્માતની ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતુ.
એસટી બલ વીજ પોલને અથડાઈ હતી. જેને લઈ વીજ પોલને નુક્સાન થયુ હતુ, પરંતું મોટો અકસ્માત ટળી ગયો હતો. બસમાં 15 જેટલા મુસાફરો સવાર હતા. એસટી બસ વીજ પોલને અથડાઈ હોવાને લઈ દ્રશ્ય જોઈને જ પહેલા તો જોનારા ચોંકી ગયા હતા. પરંતુ મુસાફરો સલામત જોઈને રાહત અનુભવતા તમામને નીચે ઉતારાયા હતા.
આ પણ વાંચોઃ IPL 2024 ની હરાજીમાં ગુજરાતના આ ખેલાડીઓના કિસ્મત ચમકશે! જુઓ યાદી
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Dec 15, 2023 06:38 PM
Latest Videos