આઈપીએલ 2024ની હરાજીમાં ગુજરાતના આ ખેલાડીઓના કિસ્મત ચમકશે! જુઓ યાદી
IPL 2024 Auction: આઈપીએલ 2024 માટે તૈયારીઓ શરુ થઈ ચુકી છે. આગામી 19 ડિસેમ્બરે દુબઈમાં ઓક્શન થનાર છે. આ માટે દેશ વિદેશના ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જેમાંથી 333 ખેલાડીઓને શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા છે. આ યાદીમાં ગુજરાત ક્રિકેટરો પણ સામેલ છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને બરોડા ક્રિકેટ એસોસિયેશન તરફથી રમતા ખેલાડીઓના નામ હરાજીમાં જોવા મળશે.
યુવા ખેલાડીઓને માટે આઈપીએલ એ મહત્વનું પ્લેટફોર્મ આપ્યુ છે. અહીં ચમકનારા ખેલાડીઓને નેશનલ ટીમમાં સ્થાન ઝડપથી મળ્યુ છે. જેમાંનુ વર્તમાન ઉદાહરણ જોવામાં આવે તો, રિંકૂ સિંહ છે. આવા અનેક ખેલાડી છે જે આઈપીએલમાં પોતાની ક્ષમતા બતાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા બન્યા છે. ગુજરાતી ખેલાડીઓને માટે પણ આગામી 19 તારીખ મહત્વની બની રહેનારી છે.
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન એટલે કે જીસીએ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન અને બરોડા ક્રિકેટ એસોસિયેશન તરફથી રમતા 20થી વધારે ખેલાડીઓને હરાજીમાં ભાગ લેવાની તક મળી છે. શોર્ટલીસ્ટમાં યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવે છે. ચેતન સાકરીયાની માફક અનેક યુવા ખેલાડીઓ મોકો ઝડપવા માટે દુબઈમાં થનારી હરાજી તરફ નજર રાખીને બેઠા છે. જયદેવ આઈપીએલમાં 94 મેચ રમવાનો અનુભવ ધરાવે છે. જ્યારે સાકરીયા 19 મેચમાં રમી ચૂક્યો છે. કયા કયા ગુજરાતના ખેલાડીઓના નામ આઈપીએલ હરાજીમા સામેલ છે, તેની જુઓ યાદી.
બરોડા ક્રિકેટ એસોસિયેશન
- અતિત શેઠ, ઉંમર-28 વર્ષ, ઓલરાઉન્ડર, રાઈટ આર્મ મીડિયમ, બેઝ પ્રાઈસ રુપિયા 20 લાખ
- વિષ્ણુ સોલંકી, ઉંમર-31 વર્ષ, વિકેટકીપર, જમણેરી બેટર, બેઝ પ્રાઈસ રુપિયા 20 લાખ
- આકાશ સિંહ, ઉંમર-21 વર્ષ, બોલર, લેફ્ટ આર્મ, બેઝ પ્રાઈસ રુપિયા 20 લાખ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો રહી ચૂક્યો છે અને ટૂર્નામેન્ટમાં 7 મેચ રમી છે.
- અંશ પટેલ, ઉંમર-22 વર્ષ, ઓલરાઉન્ડર, લેફ્ટ આર્મ સ્લો ઓર્થોડોક્સ, બેઝ પ્રાઈસ રુપિયા 20 લાખ
- અભિમન્યુસિંહ રાજપૂત, ઉંમર-25 વર્ષ, ઓલરાઉન્ડર, રાઈટ આર્મ ફાસ્ટ મીડિયમ, બેઝ પ્રાઈસ રુપિયા 20 લાખ
- નિનાદ રાઠવા, ઉંમર-25 વર્ષ, ઓલરાઉન્ડર, લેફ્ટ આર્મ સ્લો ઓર્થોડોક્સ, બેઝ પ્રાઈસ રુપિયા 20 લાખ
- શિવાલીક શર્મા, ઉંમર-25 વર્ષ, ઓલરાઉન્ડર, રાઈટ આર્મ લેગ સ્પીન, બેઝ પ્રાઈસ રુપિયા 20 લાખ
- મહેશ પીઠીયા, ઉંમર-22 વર્ષ, વિકેટકીપર, રાઈટ આર્મ ઓફ સ્પીન, બેઝ પ્રાઈસ રુપિયા 20 લાખ
- રાજ લીંબાણી, ઉંમર-19 વર્ષ, બોલર, રાઈટ આર્મ ફાસ્ટ, બેઝ પ્રાઈસ રુપિયા 20 લાખ
- લુકમાન હુસેન મારીવાલા, ઉંમર-32 વર્ષ, બોલર, લેફ્ટ આર્મફાસ્ટ મીડિયમ, બેઝ પ્રાઈસ રુપિયા 20 લાખ, દિલ્હી કેપિટલ્સનો હિસ્સો રહી ચૂક્યો છે
- ચિંતલ ગાંધી, ઉંમર-29 વર્ષ, બોલર, રાઈટ આર્મ લેગ સ્પીન, બેઝ પ્રાઈસ રુપિયા 20 લાખ
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન
- સૌરવ ચૌહાણ, ઉંમર-23 વર્ષ, બેટર, રાઈટ આર્મ ઓફ સ્પીન, બેઝ પ્રાઈસ રુપિયા 20 લાખ
- ઉર્વિલ પટેલ, ઉંમર-25 વર્ષ, વિકેટકીપર, બેઝ પ્રાઈસ રુપિયા 20 લાખ ગુજરાત ટાઈટન્સ ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે.
- ચિરાગ ગાંધી, ઉંમર-33 વર્ષ, બેટર, રાઈટ આર્મ લેગ સ્પીન, બેઝ પ્રાઈસ રુપિયા 20 લાખ
- પ્રિયાંક પંચાલ, ઉંમર-34 વર્ષ, બેટર, રાઈટ આર્મ મીડિયમ, બેઝ પ્રાઈસ રુપિયા 20 લાખ
- આર્ય દેસાઈ, ઉંમર-21 વર્ષ, ઓલરાઉન્ડર, રાઈટ આર્મ ઓફ સ્પીન, બેઝ પ્રાઈસ રુપિયા 20 લાખ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન
- ચેતન સાકરીયા, ઉંમર-26 વર્ષ, બોલર, લેફ્ટ આર્મ મીડિયમ, બેઝ પ્રાઈસ રુપિયા 50 લાખ, રાજસ્થાન અનેદિલ્હીની ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે.
- જયદેવ ઉનડકટ, ઉંમર-32 વર્ષ, બોલર, લેફ્ટ આર્મ ફાસ્ટ મીડિયમ, બેઝ પ્રાઈસ રુપિયા 50 લાખ (કોલકાતા, બેંગ્લોર, દિલ્હી, આરપીએસ, રાજસ્થાન, મુંબઈ, લખનૌની ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે)
- અંશ ગોસાઈ, ઉંમર-19 વર્ષ, બેટર, રાઈટ આર્મ ઓફ સ્પીન, બેઝ પ્રાઈસ રુપિયા 20 લાખ
- હાર્વિક દેસાઈ, ઉંમર-19 વર્ષ, વિકેટકીપર, બેઝ પ્રાઈસ રુપિયા 20 લાખ
- દેવાંગ કરમટા, ઉંમર-26, બોલર, લેફ્ટ આર્મ ફાસ્ટ મીડિયમ, બેઝ પ્રાઈસ રુપિયા 20 લાખ
- યુવરાજ ચુડાસમા, ઉંમર-28, બોલર, રાઈટ આર્મ લેગ સ્પીન, બેઝ પ્રાઈસ રુપિયા 20 લાખ