Panchmahal : કાલોલ નજીક એરાલ પાસે કરાડ કેનાલ ઓવરફ્લો, ખેતરોમાં પાણી ફરી વળતા પાક નિષ્ફળ જવાની ભીતિ

Panchmahal : કાલોલ નજીક એરાલ પાસે કરાડ કેનાલ ઓવરફ્લો, ખેતરોમાં પાણી ફરી વળતા પાક નિષ્ફળ જવાની ભીતિ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2022 | 9:35 AM

ખેતરોમાં પાણી ફરી વળતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. સફાઇના અભાવે વારંવાર કેનાલ ઓવરફ્લો થતી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.

પંચમહાલમાં કાલોલ નજીક એરાલ પાસે કરાડ કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોને નુકસાન. કરાડ કેનાલ ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં જ્યાં જોઓ ત્યાં બસ પાણીને પાણી જ દેખાઇ રહ્યું છે. ખેતરોમાં પાણી ફરી વળતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. સફાઇના અભાવે વારંવાર કેનાલ ઓવરફ્લો થતી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.

માગશરમાં જામ્યો શ્રાવણ જેવો માહોલ

થોડા દિવસો અગાઉ ગુજરાતના વિવિધ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. અમદાવાદ, સાબરકાંઠા, ખેડા, હિંમતનગર, ડાકોર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસરથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણ અને માવઠાના કારણે ખેડૂતોના શિયાળુ પાકને પણ નુકશાન પહોંચાડ્યુ હતુ. અને ફરી એક વાર વગર વરસાદે પાણી આવતા જગતના તાત પર ચિંતાના વાદળ ઘેરાયા છે.

g clip-path="url(#clip0_868_265)">