Monsoon 2025 : ગુજરાતના 11 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમમાં પાણીની થઈ આવક, જુઓ Video
ગુજરાતમાં ભારે વરસાદને કારણે ડેમોમાં પણ પાણીની ભારે આવક થઈ છે. રાજ્યના 11 જેટલા ડેમોને હાઈ એલર્ટ પર રાખાયા છે. 90 ટકથી વધુ ડેમ ભરાય ત્યારે હાઈ એલર્ટ ગણાય છે. જ્યારે 13 ડેમ એલર્ટ અને 10 ડેમ પર વોર્નિંગના સિગ્નલ લગાવાયા છે.
ગુજરાતમાં ભારે વરસાદને કારણે ડેમોમાં પણ પાણીની ભારે આવક થઈ છે. રાજ્યના 11 જેટલા ડેમોને હાઈ એલર્ટ પર રખાયા છે. 90 ટકથી વધુ ડેમ ભરાય ત્યારે હાઈ એલર્ટ ગણાય છે. જ્યારે 13 ડેમ એલર્ટ અને 10 ડેમ પર વોર્નિંગના સિગ્નલ લગાવાયા છે. જેમાં 80 ટકાથી વધુ હોય ત્યારે એલર્ટ લેવલ જાહેર કરાય છે. 70 ટકાથી વધુ હોય ત્યારે ડેમમાં વોર્નિંગ જાહેર કરાયા છે.
રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક જોવા મળી છે. દર કલાકે 15 હજાર ક્યુસેક પાણીની આવક જોવા મળશે. હાલમાં નર્મદા ડેમની સપાટી 119.72 મીટર પર સ્થિર છે.
છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ વરસ્યો
બીજી તરફ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગુજરાતના વિવિધ જિલ્લાના 33 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બરવાળામાં 7.5 ઈંચ નોંધાયો છે. સાયલામાં 6.3 ઈંચ, બોટાદમાં 5.4 ઈંચ વરસાદ નોંધાયો છે. મુળીમાં 5.3, જોડીયામાં 5.2 ઈંચ, ઉમરાળામાં 4.8 ઈંચ વરસાદ નોંધાયો છે. થાનગઢમાં 4.8 ઈંચ, વલ્લભીપુરમાં 4.5 ઈંચ, ચુડામાં 3.8 ઈંચ વરસાદ પડ્યો છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો