અમદાવાદ વીડિયો : શ્વાનનો આતંક યથાવત ! જુહાપુરાના ફતેવાડીમાં બાળક પર રખડતા શ્વાને કર્યો હુમલો
રાજ્યમાં અવારનવાર રખડતા શ્વાનનો આતંક સામે આવતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારના ફતેવાડીમાં ઘરની બહાર રમી રહેલા બાળક પર અચાનક રખડતા શ્વાને હુમલો કર્યો હોવાની ઘટના બની છે. જેને એક યુવાને પોતાનો જીવ જોખમમાં મુકીને બાળકને બચાવ્યુ હતુ. જે અત્યારે ગંભીર ઈજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે.
રાજ્યમાં સતત શ્વાનનો આતંક વધી રહ્યો છે. ત્યારે જુહાપુરાના ફતેવાડીમાં બાળક નિશ્ચિંત થઇને ઘરની બહાર રમી હતુ ત્યારે શ્વાને બાળક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.મોતના મુખમાંથી બચવા બાળક તરફડીયા મારતું હોય છે. ત્યાંજ એક યુવક પહોંચી જાય છે અને બાળકને છોડાવે છે.
યુવક એકપણ સેકન્ડની ચિંતા કર્યા વિના પોતાનો જીવ દાવ પર લગાવીને બાળકને બચાવ્યુ છે.જો યુવક સમયસર ન પહોંચ્યો હોત તો એક પરિવાર પર કદાચ નવા વર્ષે જ આભ ફાટી પડતું.શ્વાનના હુમલામાં ગંભીર રીતે ઘાયલ બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યુ છે. જ્યાં તેની સ્થિતિ સ્થિર છે.
અમદાવાદમાં શ્વાનના હુમલાના લગભગ 25 થી 50 કેસ જોવા મળે છે. તેમજ દરરોજના 120 થી 130 જેટલા શ્વાનનું ખસીકરણ કરવામાં આવે છે. માત્ર અમદાવાદમાં જ શ્વાને લોકો પર કરેલા હુમલાના આંકડા જોઈએ તો 2020માં 51,244 લોકો પર હુમલો કર્યો હતો. ત્યારે 2021માં 50,668 લોકો પર શ્વાનએ હુમલો કર્યો હતો. તેમજ 2022ના આંકડા જોઈએ તો 58,125 શ્વાન કરડ્યા હોવાના કેસ નોંધાયા હતા.તો ચાલુ વર્ષે અત્યાર સુધી 60 હજારથી વધારે લોકો પર શ્વાને હુમલો કર્યો છે.