Ahmedabad Video : યુવતીની છેડતીની ઘટનામાં બંને વિધર્મી વ્યક્તિને ઝડપી લેવાયા, ઇસનપુરમાં આખી રાત પોલીસ કાફલો ખડકી દેવાયો
છેડતીની ઘટનાઓને પગલે ઈસનપુર વિસ્તારમાં આખી રાત પોલીસનો કાફલો (police convoy) તહેનાત રાખવો પડ્યો હતો. છેડતીની પ્રથમ ઘટના આવકાર હોલ પાસેની છે. જ્યાંથી પસાર થઈ રહેલી યુવતીના હાથમાંથી યુવકે મોબાઈલ ઝૂંટવી લીધો હતો. જે બાદ ભારે હોબાળો મચી ગયો હતો.
Ahmedabad : અમદાવાદના ઈસનપુર (Isanpur) વિસ્તારમાં વિધર્મી યુવકો દ્વારા એક બાદ એક 2 છેડતીની ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસે બંને વિધર્મી શખ્સોને ઝડપી પાડ્યા છે. છેડતીની ઘટનાઓને પગલે ઈસનપુર વિસ્તારમાં આખી રાત પોલીસનો કાફલો (police convoy) તહેનાત રાખવો પડ્યો હતો. છેડતીની પ્રથમ ઘટના આવકાર હોલ પાસેની છે. જ્યાંથી પસાર થઈ રહેલી યુવતીના હાથમાંથી યુવકે મોબાઈલ ઝૂંટવી લીધો હતો. જે બાદ ભારે હોબાળો મચી ગયો હતો. આસપાસ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આક્રોશમાં આવેલા લોકોએ યુવકને મેથીપાક ચખાડવાની તૈયારીમાં જ હતા કે ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગઈ હતી.
આ પણ વાંચો-Gandhinagar : દેહગામમાં મહિલા બુટલેગરના ઘરમાંથી મળ્યો લાખોનો દારુ, મહિલા બુટલેગરની કરાઈ ધરપકડ
પોલીસ યુવકને લોકોથી બચાવીને પોલીસ મથકે લઈ ગઈ હતી. જ્યાં યુવતીએ છેડતી સહિત જુદી-જુદી કલમો હેઠળ યુવક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસને મળેલી ફરિયાદ પ્રમાણે યુવક-યુવતી સ્કૂલમાં સાથે ભણતા હતા. ત્યારથી યુવક યુવતીનો પીછો કરતો હતો અને યુવતીને પરેશાન કરતો હતો. બંને એકબીજાને ઓળખતા હતા. તો બીજીતરફ મોડી રાત્રે ઈસનપુરમાં જ છેડતીની બીજી એક ઘટના સામે આવતાં પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી. વટવા, મણિનગર અને દાણીલીમડાની પોલીસ ઈસનપુરમાં ખડકી દેવાઈ હતી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
