Gandhinagar : દેહગામમાં મહિલા બુટલેગરના ઘરમાંથી મળ્યો લાખોનો દારુ, મહિલા બુટલેગરની કરાઈ ધરપકડ
ગાંધીનગર જિલ્લાના દેહગામ પોલીસે એક મહિલા બુટલેગરના ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. મહિલા બુટલેગરે રૂમ અને બાથરૂમની વચ્ચે આવેલા દરવાજા વચ્ચે ગ્રેનાઇટનાં પત્થરથી દરવાજાની ઉપર ફ્રેમ બનાવી ત્યાંથી બાકોરું પાડી સ્ટોર રૂમ સુધી દારૂ છૂપાવવા જગ્યા બનાવી અને ફર્નિચર પણ મઢી લીધું હતું.
Liquor : ગુજરાતમાં દારુ બંધી હોવા છતા પણ રાજ્યમાં દારુની રેલમછેલ જોવા મળે છે. ત્યારે ફરી એકવાર ગાંધીનગર જિલ્લાના દેહગામ પોલીસે એક મહિલા બુટલેગરના ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. મહિલા બુટલેગરે રૂમ અને બાથરૂમની વચ્ચે આવેલા દરવાજા વચ્ચે ગ્રેનાઇટનાં પત્થરથી દરવાજાની ઉપર ફ્રેમ બનાવી ત્યાંથી ખાનું પાડી સ્ટોર રૂમ સુધી દારૂ છૂપાવવા જગ્યા બનાવી અને ફર્નિચર પણ મઢી લીધું હતું.
આ પણ વાંચો : Gangajal : અજમાવી લો સર્વ પાપનો નાશ કરનાર ગંગાજળનો આ સિદ્ધ ઉપાય, આપને દેવામાંથી મળશે મુક્તિ
અત્યાર સુધી આપે ટેન્કરમાં કે કારમાં ચોરખાનું બનાવી તેમાં દારૂ છૂપાવવાના કિસ્સાઓ સાંભળ્યા હશે, તો અમુક વખત અમુક જગ્યાએ ઘરની દીવાલમાં ખાનું પાડી ત્યાં પણ બુટલેગરો દારૂ છુપાવતા હોય છે. પરંતુ મહિલા બુટલેગરના ઘરે જો સામાન્ય કોઈ પણ વ્યક્તિ કે પોલીસ દારૂ શોધવાનો પ્રયત્ન કરે તો બિલકુલ નાકામ જ નીવડે. કેમ કે આ મહિલા બુટલેગરના ઘરે દારૂનો મોટો જથ્થો છુપાવવા ઘરમાં અલગ જ પ્રકારે જગ્યા બનાવી હતી. જોકે પોલીસે આ મહિલાના ઘરમાં તપાસ કરતા કોઈને પણ ખ્યાલ ન આવે તેવી જગ્યાએથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ મહિલાએ પોતાના ઘરમાં પોલીસને પણ ચકમો આપે તે પ્રકારની જગ્યા બનાવી દારૂનો જથ્થો રાખ્યો હતો. જગ્યા શોધવામાં એક સમયે પોલીસ પણ ગોથે ચડી ગઈ હતી કે મહિલાએ એવું તો કેવો મગજ વાપર્યો અને આ જગ્યા દારૂ સંતાડવા માટે બનાવી હતી. દહેગામની આ મહિલા બુટલેગરનું નામ છે વીણા ઉર્ફે ભાભી.
ઘરમાંથી પોલીસે 597 બોટલ દારૂ ઝડપાયો
મહિલા બુટલેગર વીણાના ઘરમાંથી પોલીસે 597 બોટલ દારૂ એટલે કે એક લાખથી પણ વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મહિલા બુટલેગર વીણાએ શામળાજીના રાજુ મારવાડી પાસેથી આ જથ્થો મંગાવ્યો હતો. જેના આધારે પોલીસ હવે દારૂનો જથ્થો મોકલનાર રાજુ મારવાડીની શોધખોળ હાથ ધરી છે.
આ મહિલાએ બુટલેગર વીણાએ પોતાના ઘરમાં પ્રવેશતા પ્રથમ બેઠક રૂમથી આગળ જતાં બાથરૂમ અને બેઠક રૂમ વચ્ચે આવેલા દરવાજા વચ્ચે ગ્રેનાઈટનાં પત્થરથી દરવાજાની ઉપર ફ્રેમ બનાવેલી હતી. જે ફ્રેમ અવાર નવાર ખુલતી હોવાનું પોલીસને ધ્યાને આવતા એ ફ્રેમને ધક્કો મારી બાથરૂમ તરફ ખેંચતા તે ખુલી ગઈ હતી અને અંદરથી લાકડાનું પાટિયું બહાર નીકળ્યું હતું.
પોલીસે આ પાટિયાંને બહાર કાઢી બેઠક રૂમની બાજુમાં આવેલા સ્ટોરરૂમની અંદર પ્રવેશ કરતા તેમાં માળિયું બનાવી તેને ફર્નિચર થી મઢાવી રાખ્યું હતું. સીડી દ્વારા ઉપર ચડીને ખાનું ખોલતા માળિયાંની અંદરથી 5 * 7 ફૂટની જગ્યામાં અલગ અલગ દારૂ તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. હાલતો પોલીસે મહિલા બુટલેગરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો