Breaking News: અમદાવાદ-વડોદરા હાઈવે પર ભયાનક અકસ્માત: ટ્રકની ટક્કરથી ત્રણના મોત, અનેક ઘાયલ
પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત વહેલી સવારે સવા પાંચ વાગ્યાના આસપાસ બન્યો હતો. બસ અને કાર વચ્ચે બોલાચાલી ચાલતી હોવાની વચ્ચે પાછળથી આવેલા ટ્રકે બસને ટક્કર મારતા એક સાથે અનેક વાહનો અકસ્માતનો શિકાર બન્યા હતા.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, આ અકસ્માત હરણિયાવ ગામ પાસે કણભા પોલીસ સ્ટેશન હદમાં થયો હતો. પટેલ ટ્રાવેલ્સની બસ અને કિયા ફોરવ્હીલર વચ્ચે અકસ્માત થતાં બંને વાહન ચાલકો રસ્તા પર ઉભા રહ્યા હતા. એ દરમિયાન પાછળથી રાજસ્થાન પાસિંગની ટ્રકે જોરદાર ટક્કર મારતા ભયાનક દૃશ્ય સર્જાયું હતું.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા
આ અકસ્માતમાં પટેલ ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરતા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે સાતથી આઠ લોકો નાની મોટી ઇજાઓ સાથે ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક એઅનેક વાહનો અકસ્માતનો શિકાર બન્યામ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ટ્રકે બસને ટક્કર મારતા એક કાર અકસ્માતનો શિકાર બની હતી
પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત વહેલી સવારે સવા પાંચ વાગ્યાના આસપાસ બન્યો હતો. બસ અને કાર વચ્ચે બોલાચાલી ચાલતી હોવાની વચ્ચે પાછળથી આવેલા ટ્રકે બસને ટક્કર મારતા એક કાર અકસ્માતનો શિકાર બની હતી.
અકસ્માત બાદ એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને બાદમાં પોલીસ દ્વારા ક્લિયર કરવામાં આવી છે. કણભા પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇજાગ્રસ્તોની સંખ્યા હજી સ્પષ્ટ નથી અને મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા છે. આ દુર્ઘટનાએ ફરી એક વાર હાઈવે સલામતી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. વહેલી સવારે ઝડપે દોડતા વાહનોને કારણે થતાં અકસ્માતો હવે ચિંતાનો વિષય બની ગયા છે.
