AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: થોડા વરસાદમાં જ ફરી શેલામાં ધોવાયો રસ્તો, વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી- Video

અમદાવાદના ડેવલપ્ડ વિસ્તારોમાં ગણાતા શેલા વિસ્તારમાં ફરી રસ્તો ધોવાયો છે. રસ્તા પર ઠેર ઠેર કમરતોડ ખાડા પડ્યા છે જેના કારણે વાહનચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. આ જ રસ્તે અગાઉ પણ વિશાળકાળ ભુવો પડ્યો હતો.

Jignesh Patel
| Edited By: | Updated on: Jul 29, 2024 | 4:05 PM
Share

અમદાવાદમાં ફરી શેલા વિસ્તારમાં રસ્તો ધોવાયો છે. સવારથી શરૂ થયેલા થોડા વરસાદમાં જ શેલામાં રોડ ધોવાઈ ગયો છે. હજુ મહિના પહેલા જ આ વિસ્તારમાં વિશાળકાય ભુવો પડ્યો હતો અને રસ્તા પર ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. અનેક જગ્યાએ રોડ પર ખાડા પડ્યા હતા. શહેરના ડેવલપ્ડ વિસ્તારમાં ગણાતો આ રોડ થોડા વરસાદમાં જ ધોવાઈ જાય છે અને ઠેકઠેકાણે કમરતોડ ખાડા પડ્યા છે. વાહનચાલકો આ ખાડામાંથી પસાર થવા મજબુર બન્યા છે.

શેલા વિસ્તારના રસ્તાઓને જોતા તો એવુ લાગે કે અમ્યુકો ના અધિકારીઓ જાણે નાગરિક શાસ્ત્ર ભણ્યા જ નથી. જે લોકો ટેક્સ ભરે છે તેમને સારી સુવિધા સુવિધા પણ મળી રહે તે જોવાની ફરજ અમ્યુકો.ની છે પરંતુ રોડ રસ્તાના કામમાં માનીતા અને મળતિયા કોન્ટ્રાક્ટ્રરોને કોન્ટ્રાક્ટ ફાળવી દઈ ભાગબટાઈનો ખેલ ચાલે છે. રોડ-રસ્તાના કામમાં કરોડોના ટેન્ડર પાસ કરાવી હલ્કુ મટિરીયલ વાપરી રોડ બનાવી દેવામાં આવે છે, જેના કારણે રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ અને ભુવાઓ પડે છે.

અગાઉ શેલા વિસ્તારમાં પડેલા ભુવા અંગે ગુજરાત હાઈકોર્ટે પણ અમ્યુકોની પોલ ખુલ્લી પાડી હતી. શેલામાં રોડ રસ્તા, ખાડા અને ભુવાને લઈને કામગીરી કરી હોવાના કોર્પોરેશને દાવા કર્યા હતા. જેના પર કોર્ટે કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી અને પોલ ખુલ્લી પાડતા કહ્યુ હતુ કે શેલામાં હજુ અગાઉ પડેલા ભુવા અને રસ્તા પરના ખાડા દૂર થયા નથી. એક બાજુનો રોડ હજુ બંધ જ છે. હાઈકોર્ટની ઝાટકણી બાદ પણ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં કોઈ કામગીરી થઈ નથી અને હજુ અહીં ડ્રેનેજની કોઈ સુવિધા નથી. આ વિસ્તારમાં પ્રોપર્ટીના કરોડોમાં ભાવ ચાલે છે અને રસ્તા પર પાણીના નિકાલની કોઈ સુવિધા જ નથી. ત્યારે હાલ શેલા વિસ્તારમાં લોકો દુર્દશામાં જીવવા મજબુર બન્યા છે. અગાઉ પડેલા ભુવાનું કોઈ નિરાકરણ આવ્યુ નથી. એકસાઈડનો રસ્તો પુરો બંધ છે, જે રસ્તો ચાલુ છે ત્યાં મોટી માત્રામાં પાણી ભરાયા છે અને કમરતોડ ખાડા પડેલા છે ત્યારે આ સમસ્યામાંથી કોર્પોરેશન ક્યારે લોકોને મુક્તિ આપે છે તે જોવુ રહ્યુ !

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
g clip-path="url(#clip0_868_265)">