Ahmedabad : સિવિલના નર્સિંગ સ્ટાફની હોસ્ટેલની ખસ્તા હાલત, જુઓ હોસ્ટેલની હાલતનો વીડિયો

એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં PG અને UG હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને રહેવા માટે ખંડેર બિલ્ડીંગ આપવામાં આવ્યું હોવાનું જોવાઇ રહ્યું છે સ્થિતિ એટલી વણસી છેકે અવારનવાર અનેક વિદ્યાર્થીઓને અકસ્માતનો ભોગ પણ બનવું પડ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 5:06 PM

એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ માટે જે હોસ્ટેલ તૈયાર કરવામાં આવી છે. તેની હાલત ખુબજ દયનીય જોવા મળી છે. સરકાર દ્વારા કોરોના વોરિયર તરીકે કરાતું સન્માન માત્ર કાગળ પર છે. સરકાર દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓ માટે કરોડો રૂપિયાનો ખર્ચ વિચાર કર્યા વિના જ કરી દેવામાં આવતો હોય છે. પરંતુ તેમ છતાં તબીબી લક્ષી સેવાઓ અને તેમાં કામ કરતા કર્મચારીઓને અનેક સમસ્યાઓનુ સમાધાન આજ સુઘી થયું નથી.

એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં PG અને UG હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને રહેવા માટે ખંડેર બિલ્ડીંગ આપવામાં આવ્યું હોવાનું જોવાઇ રહ્યું છે સ્થિતિ એટલી વણસી છેકે અવારનવાર અનેક વિદ્યાર્થીઓને અકસ્માતનો ભોગ પણ બનવું પડ્યું છે.

હોસ્ટેલના શૌચાલયની હાલત તો એટલી દયનીય છે. તેમાં પગ મુકતા પણ સો વખત વિચાર કરવો પડે એટલું જ નહીં છત પરથી ક્યારે ગાબડું પડે તેનો ડર સતત રહેતો જોવાયો છે. એટલું જ નહી બાથરૂમમાં લગાવવામાં આવેલી બારીમાં મોટાભાગની બારીઓના કાચ તૂટેલી હાલતમાં છે. જેના કારણે બાથરૂમનો ઉપયોગ કરવો તો, કેવી રીતે કરવો તે પણ વિદ્યાર્થીઓ માટે એક મોટો પ્રશ્ન બની ગયો છે

હોસ્ટેલના બાથરૂમની વાત કરીએ તો હોસ્ટેલના રૂમ અને પરિસરની ગેલેરીની આ તમામ જગ્યા પર છત પરથી ક્યારે પોપડા પડે તેનું કોઈ ઠેકાણું હોતું નથી. અને એટલા માટે જ રૂમમાં સૂતી વખતે કે કામ કરતી વખતે વિદ્યાર્થીનીઓનો જીવ તાળવે ચોટેલો જોવા મળતો હોય છે.

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">