અમદાવાદ: 500 યુવાનની ટીમ ફાઈનલ પૂર્વેની રંગારંગ સેરેમનીમાં મચાવશે ધૂમ, લાખો દર્શકોની સામે બોલાવશે ગરબાની રમઝટ- વીડિયો
અમદાવાદ: રવિવારે આઈસીસી વન ડે વર્લ્ડ કપનો મહામુકાબલો થવા જઈ રહ્યો છે. ત્યારે આ વિશ્વકપની ફાઈનલ ઐતિહાસિક અને યાદગાર બની રહેશે. સ્ટેડિયમમાં ઉપસ્થિત લાખો દર્શકો માટે મહાજશ્નની તૈયારીઓ કરવામાં આવી છે. જેમા ગુજરાતના 500 યુવાનોના ગરાબ વૃંદને પણ પણ ગરબા કરવાની તક મળી છે.
અમદાવાદમાં યોજાનારી આઈસીસી વન ડે વર્લ્ડ કપને આડે હવે ગણતરીની કલાકો બાકી રહી છે, ત્યારે આ મેચને યાદગાર અને ઐતિહાસિક બનાવવા વિશેષ આયોજન થઈ રહ્યા છે. જેમાં સૌપ્રથમ તબક્કામાં ઈન્ડિયન ઍરફોર્સની સૂર્યકિરણ ટીમ દ્વારા ઍર શો યોજી દિલધડક કરતબો બતાવવામાં આવશે. ત્યારબાદ સ્ટેડિયમમાં મહાજશ્નની તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં મ્યુઝિક કમ્પોઝર પ્રીતમ 500 ડાન્સર સાથે લાઈવ પરફોર્મેન્સ આપશે. આ ઉપરાંત આ જશ્નમાં ગરબાની રમઝટ પણ જોવા મળશે. જેના માટે ગુજરાતના 50 યુવાનોના ગરબા વૃંદને તક આપવામાં આવી છે. આ યુવાનો ફાઈનલ મેચની સેરેમનીમાં ધૂમ મચાવવા માટે સજ્જ છે.
ફાઈનલ પૂર્વેની સેરેમનીમાં યુવાનો બોલાવશે ગરબાની રમઝટ
tv9 સાથેની વાતચીતમાં આ ગરબા ટીમે જણાવ્યુ કે લાખો દર્શકોની સામે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેઓ ગરબાની રમઝટ બોલાવવા માટે સજ્જ છે. જેમા બોલિવુડ ગીતો અને ગરબાનું ફ્યુઝન કરી વિશેષ ગીતો તૈયાર કરવામાં આવ્યા છે. મ્યુઝિક કંપોઝર અને સિંગર પ્રિતમે તૈયાર કરેલા મ્યુઝિક પર આ તમામ યુવાનો ડાન્સ કરવાના છે. જેમા કેસરિયા, દેવા…દેવા… ધૂમ મચા દે અને વર્લ્ડ કપ થીમ સોંગ પર જશ્ન પરફોર્મેન્સ આપશે. આ ગરબા ટીમને વર્લ્ડ કપની મેચ દરમિયાન પરફોર્મ કરવાની તક મળતા તેમની ખુશીનો કોઈ પાર રહ્યો નથી અને આ ઐતિહાસિક મેચ દરમિયાન લાખો દર્શકો સામે પરફોર્મ કરવા તેઓ ઘણા ઉત્સાહિત છે.
આ પણ વાંચો: અમદાવાદ: વર્લ્ડ કપની ફાઈનલ પહેલા યોજાશે ઍૅર શો, ઍર ફોર્સની સૂર્ય કિરણ ટીમ દ્વારા કરાયુ ગ્રાન્ડ રિહર્સલ