ચૂંટણી તો જીત્યા પણ વિવાદમાં ફસાયા, કોંગ્રેસના મહિલા ઉમેદવારને લઈને સર્જાયો ગુંચવાડો

| Edited By: | Updated on: May 05, 2026 | 3:58 PM

અમદાવાદના કુબેરનગર વોર્ડના કોંગ્રેસ કોર્પોરેટર કલ્પના કોડેકર વિરુદ્ધ બોગસ LC રજૂ કરવાના આક્ષેપ મામલે DEO કચેરીની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફરિયાદ મુજબ, ચૂંટણી એફિડેવિટમાં રજૂ કરેલું પ્રમાણપત્ર ખોટું સાબિત થયું છે. જોકે, કોર્પોરેટરે તમામ આરોપોને નકારીને કાયદાકીય લડતની તૈયારી બતાવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુબેરનગર વોર્ડમાંથી વિજેતા બનેલા કોંગ્રેસના ઉમેદવાર કલ્પના કોડેકર સામે બોગસ LC ના ઉપયોગનો મામલો ગરમાયો છે. ફરિયાદી ચિરાગ શાહે DEO (જિલ્લા શિક્ષણાધિકારી) કચેરીમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી કે કૃષ્ણનગરની શાળાનું જે પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું છે તે નકલી છે.

DEO ની તપાસમાં શું બહાર આવ્યું?

DEO કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે રજૂ કરેલું LC સંપૂર્ણપણે ખોટું છે. રેકોર્ડ તપાસતા માલૂમ પડ્યું કે જે જીઆર (GR) નંબર લખવામાં આવ્યો છે, તેમાં અન્ય કોઈ વિદ્યાર્થીનું નામ છે. આ ઉપરાંત, પ્રમાણપત્ર પર કરવામાં આવેલી આચાર્યની સહીઓ પણ ખોટી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. આ મામલે DEO એ શાળાના આચાર્યને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આદેશ આપ્યા છે.

કોર્પોરેટર કલ્પના કોડેકરનો પક્ષ

આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા કલ્પના કોડેકરે જણાવ્યું કે, “મેં ચૂંટણી એફિડેવિટમાં પોતે ધોરણ 8 સુધી જ ભણેલી હોવાનું દર્શાવ્યું છે અને ધોરણ 10 ના કોઈ પ્રમાણપત્રની વાત જ નથી”. તેમણે ઉમેર્યું કે તેઓ લોકોના કામ કરીને જીત્યા હોવાથી તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. જો તેમને નોટિસ મળશે તો તેઓ કાયદાકીય પ્રક્રિયા મુજબ જવાબ આપશે અને આ મામલે પૂરી તપાસ થવી જોઈએ તેવી માંગ કરી છે.

હાલ પોલીસે આ નકલી LC મુદ્દે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(ઈનપુટ ક્રેડિટ: નરેન્દ્ર રાઠોડ)

તંત્રનો અજીબોગરીબ જવાબ : ‘300 મીટર કેનાલ બનાવવાનું તો અમે ભૂલી ગયા’! 15 વર્ષથી પાણીની રાહ જોતા ખેડૂતો હવે આરપારના જંગના મૂડમાં!

Follow Us