Ahmedabad : ચોમાસા બાદ રોગચાળામાં સામાન્ય ઘટાડો, જુઓ Video
અમદાવાદમાં ચોમાસામાં (Monsoon 2023) રોગચાળાએ માથુ ઉચક્યુ હતુ. ચોમાસા દરમિયાન અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણી જન્ય રોગચાળાએ (Epidemic) કહેર મચાવ્યો હતો. જો કે હવે ચોમાસાની વિદાય થતા રોગચાળામાં સામાન્ય ઘટાડો નોંધાઇ રહ્યો છે. જો કે રોગચાળાને કારણે હજુ પણ કેસ નોંધાઇ તો રહ્યા જ છે. ચાલુ મહિના દરમિયાન મચ્છરજન્ય રોગચાળાની વાત કરીએ તો 23 ઓક્ટોબર સુધીમાં ડેન્ગ્યૂના 270, મેલેરિયાના 47, ઝેરી મેલેરિયાના 9 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે.
Ahmedabad :અમદાવાદમાં ચોમાસામાં (Monsoon 2023) રોગચાળાએ માથુ ઉચક્યુ હતુ. ચોમાસા દરમિયાન અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણી જન્ય રોગચાળાએ (Epidemic) કહેર મચાવ્યો હતો. જો કે હવે ચોમાસાની વિદાય થતા રોગચાળામાં સામાન્ય ઘટાડો નોંધાઇ રહ્યો છે. જો કે રોગચાળાને કારણે હજુ પણ કેસ નોંધાઇ તો રહ્યા જ છે.
આ પણ વાંચો-Surat Auction Today : સુરતના ચોર્યાસીમાં ખૂબ જ ઓછી કિંમતમાં ખરીદી શકશો ફ્લેટ, જાણો શું છે વિગત
અમદાવાદ શહેરમાં ચોમાસા બાદ રોગચાળામાં સામાન્ય ઘટાડો થયો છે. ચાલુ મહિના દરમિયાન મચ્છરજન્ય રોગચાળાની વાત કરીએ તો 23 ઓક્ટોબર સુધીમાં ડેન્ગ્યૂના 270, મેલેરિયાના 47, ઝેરી મેલેરિયાના 9 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે. જ્યારે પાણીજન્ય રોગોમાં ઝાડા ઊલટીના 233 કેસ, ટાઈફોઈડના 274, કમળાના 101 અને કોલેરાના 7 કેસ નોંધાયા છે.. જોકે ડેન્ગ્યુનો રોગચાળો ડામવામાં તંત્ર નિષ્ફળ રહેતા થોડા દિવસો પહેલા જ બે લોકોના મોત થયા હતા. જે આરોગ્ય તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.