Ahmedabad Plane Crash : ટિફિન સર્વિસથી ચાલતુ ઘરનું ગુજરાન, ડોક્ટરોને ટિફિન આપવા ગયેલા 2 લોકો પરત જ ના ફર્યા, જુઓ Video
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વિમાનમાં સવાર લોકો જ નહીં, સ્થાનિક લોકો તેમજ BJ મેડિકલ કોલેજની બોય્ઝ હોસ્ટેલમાં હાજર કેટલાક લોકોના પણ મોત નિપજ્યાં છે. રુંવાટા ઉભા થઈ જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વિમાનમાં સવાર લોકો જ નહીં, સ્થાનિક લોકો તેમજ BJ મેડિકલ કોલેજની બોય્ઝ હોસ્ટેલમાં હાજર કેટલાક લોકોના પણ મોત નિપજ્યાં છે. રુંવાટા ઉભા થઈ જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ટિફિન સર્વિસ કરતા પરિવારે પણ 2 સભ્યોને ગુમાવ્યા છે.
હોસ્ટેલમાં ડોકટરોને ટિફિન આપવા ગયા અને પરત જ ના ફર્યા. પ્લેન ક્રેશની ઘટનામાં આ બંનેએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેના પગલે પરિવારમાં આક્રંદનો માહોલ જોવા મળ્યો હતો. ટિફિન સર્વિસ કરતા સરલા બહેન અને નાની બાળકી આધ્યાનું નિધન થયું છે. જો કે હાલમાં પરિવારજનોનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેથી તેમના પરિવારના સભ્યોના મૃતદેહ આપી શકે.
દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં યુવક-યુવતી સવાર હતા
મહત્વનું છે કે અમદાવાદ એર ઇન્ડિયાના પ્લેનના ક્રેસમાં 241ના મોત થયા છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં યુવક-યુવતી સવાર હતા. બંને લંડનથી સગાઈ કરવા માટે વતન આવ્યા હતા. સગાઈ કર્યા બાદ પરત ફરતી વખતે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું. સુરતના વિભૂતિ પટેલ અને બોટાદના હાર્દિક અવૈયાનું મોત થયુ
