અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો, વિદ્યાર્થીઓ માંડ-માંડ બચ્યા – જુઓ Video
અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રેશની ઘટનાનો વધુ એક નવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો ચોંકી ગયા છે. ઘટના એ છે કે, એર ઈન્ડિયાનું વિમાન અતુલ્યમ હોસ્ટેલની બિલ્ડિંગ સાથે પણ ટકરાયું હતું.
અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રેશની ઘટનાનો વધુ એક નવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો ચોંકી ગયા છે. ઘટના એ છે કે, એર ઈન્ડિયાનું વિમાન અતુલ્યમ હોસ્ટેલની બિલ્ડિંગ સાથે પણ ટકરાયું હતું.
આ પ્લેનની ટક્કર એટલી ભયાનક હતી કે, ત્યાંના વિદ્યાર્થીઓ જીવ બચાવવા હોસ્ટેલની બિલ્ડિંગમાંથી નીચે ઉતરતા દેખાયા હતા. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે હોસ્ટેલની બાલ્કનીમાંથી નીચે કૂદી રહ્યા છે.
જણાવી દઈએ કે, 12 જૂનના રોજ બનેલ ‘પ્લેન ક્રેશ’ની ઘટનામાં 270 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં 241 મુસાફરો અને એર ઇન્ડિયાના ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે. જો કે, આ ઘટનામાં 31 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા. આ સિવાય પ્લેન ક્રેશની ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે.
અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ તુટી પડેલા વિમાન અંગેના વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.