અમદાવાદ: BRTSના મુસાફરો માટે માસિક-ત્રિમાસિક પાસ યોજના શરૂ કરાશે

BRTSમાં માસિક-ત્રિમાસિક પાસ યોજનામાં સામાન્ય મુસાફરોને રૂપિયા 750માં માસિક પાસ મળી રહેશે. જયારે સામાન્ય મુસાફરો માટે ત્રિમાસિક પાસની કિંમત રૂપિયા 2000 રહેશે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસના મુસાફરો માટે માસિક ત્રિમાસિક પાસ યોજના શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી જનમિત્ર કાર્ડ આપવામાં આવતા હતા. જેમાં બેલેન્સ કરાવી મુસાફરો મુસાફરી કરતા હતા. જોકે હવે AMTSની જેમ બીઆરટીએસમાં પણ માસિક ત્રિમાસિક પાસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જેના કારણે મુસાફરોને વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. તેમજ નિશ્ચિત રકમ ભરવાથી એક મહિના અને ત્રણ મહિના સુધી મુસાફર અનલિમિટેડ મુસાફરી કરી શકશે.પાસ કઢાવવા માટેની સુવિધા એમ.જે. લાઇબ્રેરી, સોનીની ચાલી, મણીનગર રેલ્વે સ્ટેશન, ઝાંસીની રાણી, બોપલ અને એપ્રોચના BRTS સ્ટેશન ખાતે મળી રહેશે.

BRTSમાં માસિક-ત્રિમાસિક પાસ યોજનામાં સામાન્ય મુસાફરોને રૂપિયા 750માં માસિક પાસ મળી રહેશે. જયારે સામાન્ય મુસાફરો માટે ત્રિમાસિક પાસની કિંમત રૂપિયા 2000 રહેશે. આ ઉપરાંત, ૬૫થી ૭૫વર્ષના વૃદ્ધો માટે પાસમાં ૪૦ ટકાનું ડિસ્કાઉન્ટ રહેશે. ૭૫ વર્ષથી વધુના સિનિયર સિટઝનને નિ:શુલ્ક પાસ આપવામાં આવશે. નેશનલ લેવલે રમનાર ખેલાડી માટે નિ:શુલ્ક પાસ રહેશે. આ પાસ કઢાવી મુસાફર BRTSની અનલિમિટેડ મુસાફરી કરી શકશે. શહેરના 6 BRTSના સ્ટેશન પર પાસ કઢાવામાં આવશે. હાલ તો આ માસિક પાસની જાહેરાતથી શહેરના લાખો મુસાફરોને ફાયદો મળી રહેશે.

આ પણ વાંચો : JEE Advanced AAT Result : આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટનું પરિણામ આજે થશે જાહેર, આ વિદ્યાર્થીઓને IIT માં સીધો પ્રવેશ મળશે

આ પણ વાંચો : Russia Corona Update : રશિયામાં કોરોનાથી હાહાકાર, ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ વધુ ખતરનાખ સબ-વેરિએન્ટ મળી આવ્યો

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati