AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Corona Update : રશિયામાં કોરોનાથી હાહાકાર, ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ વધુ ખતરનાખ સબ-વેરિએન્ટ મળી આવ્યો

રશિયામાં રોગચાળાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 226,353 થઈ, જે યુરોપમાં અત્યાર સુધીનો સૌથી ઉંચો આંકડો છે. આને જોતા, સરકારના મંત્રીમંડળે સૂચવ્યું હતું કે રોગચાળો ફેલાતો અટકાવવા માટે એક સપ્તાહ માટે રજા જાહેર કરી શકાય છે.

Russia Corona Update : રશિયામાં કોરોનાથી હાહાકાર, ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ વધુ ખતરનાખ સબ-વેરિએન્ટ મળી આવ્યો
corona cases increasing in Russia
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 12:58 PM
Share

Coronavirus in Russia: કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસો (Covid-19 cases in Russia) થી રશિયા ખૂબ પરેશાન છે. બીજી બાજુ, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને લોકોને ઘરમાં રહેવાનું કહ્યું છે. રાષ્ટ્રપતિ પુતિને બુધવારે નોન વર્કિંગ વીકની (Non Working Week) જાહેરાત કરી છે. આ પછી બધા કામદારો તેમના ઘરે રહેશે અને તેમને પેડ લીવ આપવામાં આવશે.

એક અઠવાડિયાનું લૉકડાઉન જાહેર

દેશમાં સંક્રમણને રોકવા માટે, 28 ઓક્ટોબરથી રાજધાની મોસ્કોમાં એક સપ્તાહનું રાષ્ટ્રીય લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનીને કહ્યું છે કે તમામ દુકાનો, બાર અને રેસ્ટોરાં સંપૂર્ણપણે બંધ રહેશે. રાષ્ટ્રપતિ પુતિનની જાહેરાત બાદ મોસ્કોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. મેયર સોબ્યાનીને કહ્યું કે માત્ર સુપરમાર્કેટ અને ફાર્મસી જેવી આવશ્યક દુકાનોને જ ખુલ્લી રહેવાની મંજૂરી આપવામાં આવશે.

ડેલ્ટા વેરિએન્ટનો વધુ ખતરનાખ સબ વેરિએન્ટ મળી આવ્યો

રશિયામાં કોરોના સંક્રમણના નવા કેસોમાં ડેલ્ટા વેરિઅન્ટનું નવું પેટા સ્વરૂપ જોવા મળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવું સબ-વેરિએન્ટ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ કરતાં વધુ ચેપી છે. સંશોધકોની એક ટીમે તેમના અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે કે કોરોના વાયરસનું AY 4 2 સબ વેરિએન્ટ મૂળ ડેલ્ટા કરતા લગભગ 10% વધુ ચેપી હોઈ શકે છે.

રશિયન સંશોધક કામિલ ખાફીઝોવ દાવો કરે છે કે આ AY.4.2 સબ-વેરિએન્ટને કારણે રશિયામાં દરરોજ નવા ચેપ અને કોરોના સંક્રમિતોના મૃત્યુના નવા કેસ નોંધાઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે ‘કોરોના વાયરસની રસીઓ આ વેરિઅન્ટ સામે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. તે એટલું અલગ નથી કે તે એન્ટિબોડીની બાંધવાની ક્ષમતાને બદલી શકે છે.

રસીકરણની પ્રક્રિયા ધીમી

દેશમાં કોવિડ વિરોધી રસીકરણની ગતિ પણ અપેક્ષા કરતા ઓછી છે. 14.6 કરોડની કુલ વસ્તીમાંથી, લગભગ 4.5 કરોડ (32 ટકા) ને અત્યાર સુધી સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે.

મોતના આંકડા ચોંકાવનારા

પુતિને મંત્રીમંડળની સલાહ પર બિન-કાર્યકારી સપ્તાહનો પ્રસ્તાવ મૂક્યો છે. બુધવારે, રશિયામાં છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ને કારણે 1,028 લોકોનાં મોત નીપજ્યાં છે. રોગચાળો શરૂ થયા બાદ એક દિવસમાં આ સૌથી મોટો આંકડો છે.

રશિયામાં રોગચાળાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 226,353 થઈ, જે યુરોપમાં અત્યાર સુધીનો સૌથી ઉંચો આંકડો છે. આને જોતા, સરકારના મંત્રીમંડળે સૂચવ્યું હતું કે રોગચાળો ફેલાતો અટકાવવા માટે એક સપ્તાહ માટે રજા જાહેર કરી શકાય છે.

આ પણ વાંચો –

Aryan Drugs Case : આર્યનની વોટ્સઅપ ચેટથી સ્ટાર કિડઝમાં ફફડાટ, આ સેલિબ્રિટિઝના બાળકોની થઈ શકે છે પુછપરછ

આ પણ વાંચો –

દેશમાં ગુંજી ઉઠી ‘100 કરોડ વેક્સિનેશન એંથમ’, મહાભારતથી પ્રેરણા લઈને આ ગુજરાતીએ લખ્યું છે ગીત

g clip-path="url(#clip0_868_265)">