Breaking News: અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ Video
Ahmedabad Mayor and Deputy Mayor

Breaking News: અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ Video

| Edited By: | Updated on: May 02, 2026 | 1:54 PM

26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું. તેમાં ભારતીય જનતા પાર્ટીએ પૂરા 15 મહાનગરપાલિકામાં બહુમત સાથે સત્તા મેળવી છે. અમદાવાદમાં હવે સત્તાના સમીકરણો રચાઈ રહ્યા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ હવે શહેરના રાજકીય ગલિયારાઓમાં એક જ ચર્ચા છે કે કોણ બનશે અમદાવાદના નવા મેયર? અમદાવાદ મહાનગરપાલિકાના મેયર પદ માટે અત્યારે 4 દાવેદારોના નામ સૌથી આગળ છે. જ્યારે મેયર પદની સાથે ડેપ્યુટી મેયરના પદ માટે પણ રસાકસી જોવા મળી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાના નવા મેયરની પસંદગી માટે રાજકીય વર્તુળોમાં હાલચાલ તેજ બની છે. ભાજપના શહેર કાર્યાલય ખાનપુર ખાતે મેયર પદ માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં અનેક દાવેદારોના નામ પર ચર્ચા ચાલી રહી છે.

આ 4 નામ છે ચર્ચામાં

રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદના મેયર માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા કરવામાં આવી. અમદાવાદના નવા મેયર માટે ચાર નામ ચર્ચામાં આવ્યા છે જેમાં હિતેશ બારોટ, ધરમશી દેસાઈ, જશુ ઠાકોર અને રાજુ ઠાકોરના નામની ચર્ચા હાલમાં તેજ બની છે. ડેપ્યુટી મેયર તરીકે નવા અને યુવા મહિલા નેતાને મળી શકે છે સ્થાન. ભાજપના ખાનપુર કાર્યાલયમાં મેયર માટે હાલમાં સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી છે.

ત્રણ નિરીક્ષકો દ્વારા સૌ પ્રથમ શહેર સંગઠન, ત્યારબાદ MLA – MP ત્યારબાદ કોર્પોરેટરની સેન્સ લેવામાં આવશે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતાના નામ માટે પણ મંથન થઈ રહ્યું છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે મોડી સાંજ સુધી આ કવાયત ચાલુ રહેશે. સેન્સ લેવાયા બાદ શહેર પ્રમુખ સાથે થશે સંકલન. સંકલન બાદ દરેક હોદ્દા માટે 3 નામની પેનલ તૈયાર કરાશે. આ પેનલ તૈયાર કરી પાર્લામેન્ટ્રી બોર્ડને મોકલી આપવામાં આવશે. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડમાં નામો પર લાગશે અંતિમ મહોર.

 

આ પણ વાંચો: વડોદરા: ગોત્રી હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી, એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી-Video

Published on: May 02, 2026 01:54 PM
Follow Us