Breaking News : ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતના આ શહેરો છે એલર્ટ પર, દરિયાઈ સુરક્ષા વધારાઈ, જુઓ Video

Breaking News : ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતના આ શહેરો છે એલર્ટ પર, દરિયાઈ સુરક્ષા વધારાઈ, જુઓ Video

| Updated on: May 07, 2025 | 12:54 PM

પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાનના પાંચ શહેરોમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે. તેના બાદ રાજ્યના તમામ એરપોર્ટ એલર્ટ પર મુકાયા છે.

પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાનના પાંચ શહેરોમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે. તેના બાદ રાજ્યના તમામ એરપોર્ટ એલર્ટ પર મુકાયા છે. રાજકોટ,ભૂજ અને જામનગર એરપોર્ટ એલર્ટ પર મુકાયા છે. ભૂજનું એરપોર્ટ અચોક્કસ મુદત માટે સામાન્ય નાગરિકો માટે બંધ કરાયું છે. ભૂજમાં સરહદી વિસ્તારમાં બોર્ડર નજીક સુરક્ષા સઘન કરાઈ છે.

ઓપરેશન સિંદૂરને લઇને સૌરાષ્ટ્ર એલર્ટ મોડ પર

પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર એરસ્ટ્રોઈક અચોક્કસ મુદત માટે સિવિલ ફ્લાઈટ માટે બંધ કરાઈ છે. હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ મિલિટ્રી વિમાન માટે અનામત છે. 24 કલાક મિલિટ્રી વિમાન માટે હિરાસર એરપોર્ટ ખુલ્લુ છે. પોરબંદર એરપોર્ટ ત્રણ દિવસ માટે બંધ કરાયું છે. ત્રણ દિવસ માટે કોઈ પણ પેસેન્જર હવાઈ સેવા બંધ કરવામાં આવી છે. જામનગરમાં બપોર સુધીની સિવિલ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. તેમજ દીવનું એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી નોટિસ બાદ તંત્રે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઓપરેશન સિંદૂરને લઈને સૌરાષ્ટ્ર એલર્ટ મોડ પર છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે. માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે. શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તુરંત જ સુરક્ષા એજન્સીઓને જાણ કરવા સૂચના અપાઈ છે. દરિયાકાંઠે પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે.

Published on: May 07, 2025 12:53 PM