Gujarati Video : AIS ના સંચાલકોએ વધારાની એક્ટિવિટીના નામે 1.70 લાખ લીધા હોવાની ફરિયાદ મુદ્દે DEOએ નિર્ણય લેવા FRCને લખ્યો પત્ર
અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ સામે વાલીઓએ કરેલી ફરિયાદ મુદ્દે અમદાવાદ DEOએ સીધો આદેશ કરવાનુ ટાળ્યું હોવાનું સામે આવ્યુ છે. જ્યારે સ્કૂલના વિવાદ મુદ્દે નિર્ણય લેવા માટે FRCને પત્ર લખ્યો છે.
અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ સામે વાલીઓએ કરેલી ફરિયાદના મુદ્દે અમદાવાદ DEOએ સીધો આદેશ કરવાનુ ટાળ્યું છે. DEOએ સુનાવણી બાદ AISએ લીધેલા 1.70 લાખ રૂપિયા અંગે નિર્ણય લેવા FRCને પત્ર લખ્યો છે. આ સાથે DEOએ જણાવ્યું કે વધારાની એક્ટિવિટીના નામે શાળા ફી લઇ શકે છે.
આ પણ વાંચો : મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર કુલ 50 કી.મી.ના નદી પરના બ્રિજ અને 180 કીમી ફાઉન્ડેશન પુર્ણ
પરંતુ શાળામાં અપાતું ભોજન વિદ્યાર્થીઓ માટે ફરજિયાત ન હોવાની શાળા તરફથી DEOને સ્પષ્ટતા કરી છે. અગાઉ FRCની મંજૂરી વગર AIS સંચાલકોએ વધારાની એક્ટિવિટીના નામે 1.70 લાખ લીધા હોવાની વાલીઓએ ફરિયાદ કરી હતી. તો બીજી તરફ શાળા સંચાલકોએ 600 વાલીઓને માહિતી આપી કે તેઓ કોઈને ફરજિયાત વધારાની એક્ટિવિટી માટે ફરજ નથી પાડતા. તથા જે વિદ્યાર્થીઓ વધારાની એક્ટિવિટીમાં જોડાતા નથી તેમને અન્ય અભ્યાસ કરાવાતો હોવાનો પણ શાળાએ દાવો કર્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…