Ahmedabad: મુઠીયા ગામે બુટલેગરોએ ઊભા કરેલા દબાણો દૂર કરાયા, પોલીસ અને AMCની ટીમે સાથે મળી કરી કાર્યવાહી

Ahmedabad: મુઠીયા ગામે બુટલેગરોએ ઊભા કરેલા દબાણો દૂર કરાયા, પોલીસ અને AMCની ટીમે સાથે મળી કરી કાર્યવાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 7:54 AM

આ બાંધકામ ગેરકાયદેસર હોવાથી AMCએ તે દૂર કરવા નોટિસ પણ આપી હતી. પરંતુ, બુટલેગરોએ કોર્પોરેશનની નોટિસને ધ્યાનમાં ન લીધી. ત્યારબાદ, બુટલેગરોને પકડવા ગયેલા પોલીસ કર્મચારીઓને માર માર્યો હતો.

અમદાવાદ (Ahmedabad)ના નરોડામાં મુઠીયા ગામે પોલીસ અને કોર્પોરેશન (AMC)ની ટીમે સાથે મળીને ગેરકાયદેસર બાંધકામ (Illegal construction) દૂર કર્યું છે. ત્રણ મહીનાથી અમદાવાદના મુઠીયા ગામમાં બુટલેગરોએ ગેરકાયદેસર 10 જેટલા રૂમ ઉભા કર્યા હતા. જે દૂર કરવાની નોટિસને બુટલેગરોએ ન ગણકારતા અંતે આ દબાણો દૂર કરાયા છે.

અમદાવાદના નરોડાના મુઠીયા ગામે બુટલેગરોએ ત્રણ માસ પહેલા ગેરકાયદે 10 જેટલા રુમ બાંધી દીધા હતા. અગાઉ AMC દ્વારા આ બાંધકામ દૂર કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે નોટિસને બુટલેગરોએ ગણકારી ન હતી. જેથી પોલીસે AMCને પત્ર લખી સાથે મળીને આ ગેરકાયદે બાંધકામ દૂર કરવાનું જણાવ્યુ હતુ. પોલીસ અને અમદાવાદ કોર્પોરેશનની ટીમે સાથે મળીને અંતે આ દબાણો હટાવી લીધા છે.

મહત્વનું છે કે આ બાંધકામ ગેરકાયદેસર હોવાથી AMCએ તે દૂર કરવા નોટિસ પણ આપી હતી. પરંતુ, બુટલેગરોએ કોર્પોરેશનની નોટિસને ધ્યાનમાં ન લીધી. ત્યારબાદ, બુટલેગરોને પકડવા ગયેલા પોલીસ કર્મચારીઓને માર માર્યો હતો. જને વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. આ ઘટના પછી પોલીસે AMCને પત્ર લખી સાથે મળીને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાનું જણાવ્યું હતું.

થોડા દિવસ પહેલા નરોડામાં બુટલગરોને ત્યાં કાર્યવાહી કરવા આવેલા અમદાવાદના પોલીસ કર્મચારીઓને આરોપીઓએ જાહેરમાં માર માર્યો હતો. જેનો વીડિયો પણ ખુબજ વાયરલ થયો હતો. પોલીસ પર ઘાતક હુમલાનો આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે અત્યારસુધી આઠ આરોપીઓને ઝડપી કાર્યવાહી કરી છે. લવ કુશ ઉર્ફે તોમર નામના શખ્સ સાથે ઝડપાયેલા તમામ આરોપીઓ સામે પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ જ વિસ્તારમાં બુટલેગરો દ્વારા ઉભું કરવામા આવેલુ ગેરકાયદે બાંધકામ હવે પોલીસ દ્વારા દૂર કરાયુ છે.

આ પણ વાંચો-

Sabarkantha: તલોદ નગર પાલિકાના સભ્યોએ અચાનક રાજકીય માહોલ ગરમ કરી દીધો, રાજીનામા ધરી ધારાસભ્ય અને પ્રમુખને ભીંસમાં લીધા

આ પણ વાંચો-

રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રુ. 91 કરોડ મંજૂર :કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

g clip-path="url(#clip0_868_265)">