Sabarkantha: તલોદ નગર પાલિકાના સભ્યોએ અચાનક રાજકીય માહોલ ગરમ કરી દીધો, રાજીનામા ધરી ધારાસભ્ય અને પ્રમુખને ભીંસમાં લીધા

સામાન્ય સભામાં ડખો સર્જાતા તલોદ પાલિકા (Talod Nagar Palika) ના 7 કોર્પોરેટરોએ રાજીનામા ધરી દીધા છે. તો વળી મામલો થાળે પાડવાનો પ્રયાસ શરુ થાય ત્યાં જ વધુ કેટલાક રાજીનામાના પત્રો સોશિયલ મીડિયામાં ફરતા થવા લાગ્યા છે.

Sabarkantha: તલોદ નગર પાલિકાના સભ્યોએ અચાનક રાજકીય માહોલ ગરમ કરી દીધો, રાજીનામા ધરી ધારાસભ્ય અને પ્રમુખને ભીંસમાં લીધા
7 કોર્પોરેટરોએ પ્રમુખ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો
Follow Us:
| Updated on: Feb 03, 2022 | 7:58 PM

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં અચાનક જ રાજકીય ગરમાવો વ્યાપ્યો છે. તલોદ નગર પાલિકા (Talod Nagar Palika) માં સામાન્ય સભામાં ડખો સર્જાતા પાલિકાના 7 કોર્પોરેટરોએ રાજીનામા ધરી દીધા છે. તો વળી મામલો થાળે પાડવાનો પ્રયાસ શરુ થાય ત્યાં જ વધુ કેટલાક રાજીનામાના પત્રો સોશિયલ મીડિયામાં ફરતા થવા લાગ્યા છે. રાજીનામા ધરનારા કોર્પોરેટરોએ પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય (Prantij MLA) ની મનમાની ભર્યા વ્યવહારનો આક્ષેપ કર્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં આમ તો રાજકીય રીતે શાંતી વ્યાપી રહી હતી. હિંમતનગરના રાજકારણમાં કેટલીક ગતીવિધીઓને બાદ કરતા એકંદરે માહોલ ઠંડો હતો. પરંતુ તલોદ નગર પાલિકાની સામાન્ય સભામાં ડખો સર્જાતા જ પાલિકાની સત્તા ભીંસમાં આવી ગઇ છે. ભાજપ શાસિત નગર પાલિકાના 7 સભ્યોએ પાલિકા પ્રમુખને રાજીનામાનો પત્ર ધરી દીધો હતો. તો વળી ટકાવારીના ભ્રષ્ટાચારે પણ માઝા મુકી હોવાનો આક્ષેપ રાજીનામા ધરી કોર્પોર્ટરોએ કર્યા છે

ઉપરાંત પાલિકા પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યની જરુર કરતા વધુ દખલગીરી હોવાના આક્ષેપો સાથે રાજીનામા ધરી દઇને રાજકીય માહોલ ગરમ કરી દીધો છે. જોકે હાલ તો મામલાને થાળે પાડવા માટે સંગઠન સહિતના પદાધિકારીઓએ સમજાવટનો દૌર શરુ કરી દીધો છે. પરંતુ કોર્પોરેટરોએ પક્ષ નહી પણ હોદ્દા પર થી દુર થઇ જવા માટે હાલ તો ટસના મસ નહી થવાનુ સંભળાવી દીધુ છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પદેથી રહી ચુકેલા અને રાજીનામુ ધરી અશોક શાહે કહ્યુ હતુ, જે રીતે મનસ્વી નિર્ણય અને અમુજ કોર્પોરેટરોના વોર્ડમાં વિકાસ કામો કરવા સહિતના ભેદભાવ તેમજ ધારાસભ્ય શ્રીની જરુર કરતા વધુ દખલગીરીને લઇને રાજીનામા આપ્યા છે

મામલો થાળે પાડવા પ્રધાન દોડી આવ્યા

રાજીનામા પ્રકરણને લઇને રાજ્ય કક્ષાના પ્રધાન અને પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પણ ગાંધીનગરથી દોડી આવ્યા હતા. તેઓએ પણ ગુપ્ત બેઠકો હાથ ધરીને સમજાવટનો પ્રયાસ કર્યો હતો. જોકે વાત વણસી જઇ રહી હતી એ વાતનો ખ્યાલ તલોદ થી લઇને જિલ્લા કક્ષાએ પહોંચી ગયો હતો. જોકે મામલો સત્તા ભીંસમાં મુકાવા સુધી વણસવા છતાં કોઇ જ આગોતરા પગલા ના ભરાતા કોર્પોરેટરોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો હોવાનુ હવે રાજીનામુ ધરી કહી રહ્યા છે. જોકે પાલિકાના સત્તાધીશોએ તેમના આક્ષેપોને નકાર્યા હતા અને વિકાસના કાર્યો સમાનતાથી થતા હોવાનુ કહ્યુ હતુ

પાલિકા શાસને આક્ષેપોને નકાર્યા

તલોદ નગર પાલિકાના ઉપ પ્રમુખ ઋતુલ પટેલે કહ્યુ હતુ, એ લોકો એ જે આક્ષેપો કર્યા છે તે વાજબી નથી, વિકાસના કામ સમાનતા પૂર્વક કરવામાં આવ્યા છે અને તલોદ શહેરમાં વિકાસ પણ સારો થઇ રહ્યો છે. હાલમાં શહેરમાં 2 નવી પાણીની ટાંકી પણ મંજૂર કરી છે એ વિકાસના જ કાર્ય છે. કુલ 7 સભ્યોએ પ્રમુખને રાજીનામા આપ્યા છે.

તલોદ નગર પાલિકામાં ભાજપના 19 સભ્યો છે, જેમાંથી 7 સભ્યોએ રાજીનામા ધર્યા છે. જ્યારે પાલિકાનુ કુલ સંખ્યા બળ 24નુ છે આમ હવે માત્ર 12 સભ્યો જ ભાજપ પાસે રહેતા સત્તામાં રહેવા હાલ તો મામલો થાળે પાડવો જરુરી બન્યો છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગર-અમદાવાદ હાઇવે પર ‘કર્કવૃત્ત નિદર્શન સાયન્સ પાર્ક’ શરુ થવાની જોવાઇ રહી છે રાહ, ગત બજેટમાં આપી હતી ભેટ

આ પણ વાંચોઃ U19 World Cup: યશ ઢુલની કેપ્ટન ઇનીંગે અપાવી જીત, વિરાટ કોહલી થી પણ આ મામલે નિકળ્યો આગળ

g clip-path="url(#clip0_868_265)">