અમદાવાદ: રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ, તંત્ર એક્શનમાં

કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઢોર પકડવાની ઝુંબેશ ચલાવવામાં આવી છે. જે લોકોએ લાયસન્સ વિના ઘર આંગણે ઢોર બાંધ્યા હોય તે ઢોરને પણ પૂરીને લઈ જવામાં આવી રહ્યા છે. આમ તો મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 3 મહિનાથી ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2023 | 10:31 PM

રખડતા ઢોરની સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. રખડતા ઢોર નિયંત્રણની નવી પોલિસીનો આજથી કડક અમલ કરી ઢોરને પકડવાનું કામ શરૂ કરાયું છે. રસ્તે રખડતી રંજાડ મામલે ગુજરાત હાઈકોર્ટે આકરા શબ્દોમાં ફટકાર લગાવ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. મનપાની ટીમ સમગ્ર અમદાવાદના રસ્તાઓ પર ઉતરી છે અને રખડતા ઢોરને પાંજરે પૂરી રહી છે.

કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઢોર પકડવાની ઝુંબેશ ચલાવવામાં આવી છે. જે લોકોએ લાયસન્સ વિના ઘર આંગણે ઢોર બાંધ્યા હોય તે ઢોરને પણ પૂરીને લઈ જવામાં આવી રહ્યા છે. આમ તો મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 3 મહિનાથી ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. પરંતુ હાઈકોર્ટની ફટકાર બાદ હવે કોર્પોરેશનનું તંત્ર ફૂલ એક્શન મોડમાં આવી ગયું છે.

જો છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો મનપા તંત્ર દ્વારા 22 ટીમો બનાવી છેલ્લા 3 મહિનામાં કુલ 8121 પશુઓ પકડવામાં આવ્યા છે. તેમજ 209 પશુ માલિકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મનપાના વિવિધ ઝોન અને વોર્ડમાં ટીમો દ્વારા ત્રણ શિફ્ટમાં કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો અમદાવાદ: સગીરા પર બળાત્કાર કેસમાં સેશન્સ કોર્ટે સંભળાવ્યો મહત્વપૂર્ણ ચુકાદો, મુખ્ય આરોપીને ફટકારી 20 વર્ષની સજા

ઢોર પકડવાની કામગીરી વખતે મનપા ટીમ અને ઢોરમાલિકો વચ્ચે 33 જેટલી ઘર્ષણ અને હુમલાની ફરિયાદો નોંધાવાઈ છે. ચાલુ વર્ષે મહાનગરપાલિકા દ્વારા 13,958 જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે. સાથે જ 460 પશુમાલિકો સામે ફરિયાદ દાખલ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">