AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: સગીરા પર બળાત્કાર કેસમાં સેશન્સ કોર્ટે સંભળાવ્યો મહત્વપૂર્ણ ચુકાદો, મુખ્ય આરોપીને ફટકારી 20 વર્ષની સજા

અમદાવાદ: 14 વર્ષની સગીરા પર બળાત્કાર કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે બળાત્કાર ગુજારનાર મુખ્ય આરોપીને 20 વર્ષની સજા તેમજ આરોપીને મદદગારી કરનાર સાગરીતને 3 વર્ષની સજા સંભળાવી છે.

અમદાવાદ: સગીરા પર બળાત્કાર કેસમાં સેશન્સ કોર્ટે સંભળાવ્યો મહત્વપૂર્ણ ચુકાદો, મુખ્ય આરોપીને ફટકારી 20 વર્ષની સજા
Ronak Varma
| Edited By: | Updated on: Dec 01, 2023 | 8:14 PM
Share

અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા બળાત્કાર કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો. જેમાં 14 વર્ષની સગીરા પર બળજબરીથી બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા તથા મુખ્ય આરોપીને મદદગારી કરનારને 03 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

સમગ્ર કેસની હકીકત અનુસાર 14 વર્ષની સગીરા શાળામાં ભણતી હતી તે દરમિયાન મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે રાજુ તેને વારંવાર શાળાએ જઈને પરેશાન કરતો હતો અને તેની સાથે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જો કે સગીરા રાજી ન થતાં આરોપી ચીડાયો હતો અને સામાજિક પ્રસંગ દરમિયાન મુખ્ય આરોપી રાજેશ અને તેના મિત્ર ભાવેશ દ્વારા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેના ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

સગીરાના ફોટો વાયરલ કરવાની આપી ધમકી

જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યા બાદ સગીરાના ફોટો પણ પાડવામાં આવ્યા હતા. આરોપી દ્વારા ધમકી આપવામાં આવી હતી કે જો સગીરા આ વાતની જાણ કોઈને કરશે તો તેનો ફોટો વાયરલ કરી દેશે અને તેના નાના ભાઈને પણ જાનથી મારી નાખશેટ. જે બાદ સગીરા ઘણી ડરી ગઈ હતી.

આરોપીઓ વારંવાર સગીરાના પરિવારની પજવણી કરતા

આટલેથી ન અટક્તા આરોપીઓ વારંવાર સગીરા તેના પરિજનોને પરેશાન કરતા હતા. આરોપીઓ સગીરાના ઘર પાસે આંટાફેરા મારતા અને તેનો પરિવાર બદનામ થાય તે પ્રકારના કૃત્યો કરતા હતા. આવી હરકતોને પગલે સગીરાના પરિજનોએ આરોપીઓને વિનંતિ પણ કરી હતી કે આ પ્રકારે પજવણી કરવાનુ બંધ કરે. તો આરોપીઓએ સગીરાના પરિવાર સાથે મારઝુડ કરી હતી. જે બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

આ પણ વાંચો : ગોંડલના ઐતિહાસિક બ્રિજ મામલે હાઈકોર્ટની તંત્રને ફટકાર, કહ્યું- અત્યાર સુધી કેમ હતા કુંભકર્ણની નિંદ્રામાં

પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કલમ 376, 376(3), 354 D,506-2,114 તથા પોક્સો એક્ટ કલમ 3, 4, 7, 8, 11, 12,17 મુજબ કાર્યવાહી કરી. જે બાદ સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચ્યો. સરકારી વકીલ ભરત પટ્ટણી દ્વારા સમગ્ર કેસ ચલાવવામાં આવ્યો અને કોર્ટે 11 જેટલા સાક્ષીઓ તપાસીને કેસમાં ચુકાદો આપ્યો છે અને બંને આરોપીઓને સખ્ત સજા સંભળાવવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">