અમદાવાદ: કચરો લઇને જઇ રહેલા ડમ્પરે એકસાથે 4 જેટલા વાહનોને અડફેટ લીધા, એકનું મોત, જુઓ વીડિયો
જશોદાનગર ચાર રસ્તા પાસે કચરો લઈને જઇ રહેલા AMCના ડમ્પરે કેડિલા બ્રિજ ઉતરતી વખતે 6 વાહનોને અડફેટે લીધા હતા. બે કાર, રિક્ષા અને ત્રણ વાહનોને અડફેટે લીધા હતા અને 100 ફૂટ સુધી ઢસડ્યા, ત્યારે બેફામ ડમ્પર ચાલકને બુમો પાડીને રોકવામાં આવ્યો હતો. ત્યારબાદ રોષે ભરાયેલા લોકોએ ડમ્પર ચાલક પર પથ્થરમારો કર્યો હતો.
અમદાવાદમાં ડમ્પર ચાલકો બેફામ રીતે ડ્રાઈવિંગ કરીને અન્યોની જિંદગી જોખમમાં મુકી રહ્યાં છે. અમદાવાદ મહાનગરપાલિકાનો કચરો લઇને જઇ રહેલા ડમ્પરે એકસાથે 4 જેટલા વાહનોને અડફેટ લીધા હતા. જેમાં ત્રણ લોકોને ઇજા પહોંચી હતી અને એક મહિલાનો હાથ કચડાયો હતો. જે પછી સારવાર દરમિયાન એકનું મોત થયુ છે.
અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ થકી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જે પછી એક વ્યક્તિનું મોત થયુ છે. ઘટનાની જાણ થતાં લોકો એકઠા થયા હતા અને ભાગવા જઇ રહેલા ડમ્પર ચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો હતો.
જશોદાનગર ચાર રસ્તા પાસે કચરો લઈને જઇ રહેલા AMCના ડમ્પરે કેડિલા બ્રિજ ઉતરતી વખતે 4 વાહનોને અડફેટે લીધા હતા. બે કાર, રિક્ષા અને અન્ય એક વાહનને અડફેટે લીધા હતા અને 100 ફૂટ સુધી ઢસડ્યા , ત્યારે બેફામ ડમ્પર ચાલકને બુમો પાડીને રોકવામાં આવ્યો હતો. ત્યારબાદ રોષે ભરાયેલા લોકોએ ડમ્પર ચાલક પર પથ્થરમારો કર્યો હતો. બચવા માટે ભાગવાનો પ્રયાસ કરનાર ડમ્પર ચાલકને લોકોએ પકડી પાડ્યો અને પોલીસના હવાલે કર્યો હતો.
એવું નથી કે આ પહેલીવાર બન્યું હોય. એક દિવસ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહને જ બાઈકને ટક્કર માર્યાની ઘટના બની હતી. સોલિડ વેસ્ટ વિભાગના વાહને બાઈકને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજા થઈ હતી અને હવે જશોદાનગર ચાર રસ્તા પાસે કચરો લઈને જઇ રહેલા AMCના ડમ્પરે કેડિલા બ્રિજ ઉતરતી વખતે 6 વાહનોને અડફેટે લીધાની ઘટના ઘટી છે..જેને લઈ લોકોમાં રોષનો માહોલ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સોનીની દુકાનમા લૂંટારૂ મહિલાના વેપારીએ એવા હાલ કર્યા કે સહુ જોતા રહ્યા
ગુજરાત પર ફરી ભારે ચક્રવાતનું સંકટ ! અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
નાના બાળકો તમને વ્યસ્ત રાખશે, કર્મચારી તરફથી ટેકો મળશે
300 કેન્દ્રો પર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરાશે
