Ahmedabad શહેરમાં ટેક્સ વધારાની દરખાસ્તને લઇને રાજકારણ ગરમાયું, કોંગ્રેસે કર્યો વિરોધ

કોંગ્રેસનો આક્ષેપ છે કે ટેક્સ વધારાની દરખાસ્તને કારણે શહેરીજનો પર રૂપિયા 280 કરોડનું ભારણ વધવાનો વિપક્ષનો આક્ષેપ છે. જ્યારે ટેક્સ વધારાની દરખાસ્ત અંગે મેયરનું નિવેદન સામે આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 6:05 PM

અમદાવાદ(Ahmedabad)શહેરમાં ટેક્સ વધારાની(Tax Hike)દરખાસ્ત સામે કોંગ્રેસે(Congress)વિરોધ નોંધાવ્યો છે. જેમા વિપક્ષના નેતા અને કાઉન્સિલરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ તમામ લોકોએ પોસ્ટરો અને બેનરો દર્શાવી વિરોધ કર્યો હતો. તેમજ ટેક્સ વધારાની દરખાસ્ત પરત ખેંચવાની માગ કરી હતી. જ્યારે મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ ટેક્સ વધારાની દરખાસ્તને કારણે શહેરીજનો પર રૂપિયા 280 કરોડનું ભારણ વધવાનો વિપક્ષનો આક્ષેપ છે. જ્યારે ટેક્સ વધારાની દરખાસ્ત અંગે મેયરનું નિવેદન સામે આવ્યું છે. જેમાં મેયરે સ્પષ્ટતા કરી છે કે એએમસીએ પાંચ વર્ષથી ટેક્સમાં કોઈ વધારો કર્યો નથી. તેમજ સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રજાના હિતમાં નિર્ણય લેવાશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે મળતી હોય છે. જેમાં આ ગુરુવારની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પર સૌ કોઈની નજર રહેશે. કારણકે આખા વર્ષ દરમિયાન નાગરિકો જે ટેક્સ ભરે છે, તેમાં વધારો થવાની શક્યતા છે. રહેણાંક એકમોમાં પ્રતિદિન 3 રૂપિયા અને બિન રહેણાક એકમોમાં રૂપિયા 5 વસૂલવા માટેની તૈયારીઓ કોર્પોરેશન દ્વારા થઈ રહી છે. આ માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જો કે આ બાબતમાં મંજુરીની મહોર સ્ટેન્ડિંગ કમિટી જ મારશે.

અગાઉ રહેણાંક એકમોમાં પ્રતિદિન 1 રૂપિયો ટેક્સ વસૂલાતો હતો અને બિન રહેણાંક એકમો પર પ્રતિદિન 2 રૂપિયા ટેક્સ વસૂલાતો હતો. ત્યારે હવે દરખાસ્તમાં કેટલોક ઘટાડો કરીને એટલે કે ત્રણ રૂપિયાના સ્થાને 2 રૂપિયા અને 5 રૂપિયાના સ્થાને 3 રૂપિયા મંજુર કરીને પણ સ્ટેન્ડિંગ કમિટી ટેક્સમાં વધારાના નિર્ણયને મંજુરી આપી શકે છે.

આ પણ વાંચો : Surat : શહેરમાં ત્રીજી લહેર પર આંશિક કાબુ, વિદ્યાર્થીઓમાં પણ સંક્રમણ ઘટતાં તંત્રને મોટી રાહત

આ પણ વાંચો : Mehsanaના ત્રણ ગામ સરકારને નથી આપતા મહેસુલની રકમ, જાણો આ રકમ કોને મળે છે ?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">