Surat : શહેરમાં ત્રીજી લહેર પર આંશિક કાબુ, વિદ્યાર્થીઓમાં પણ સંક્રમણ ઘટતાં તંત્રને મોટી રાહત

સુરત શહેરમાં કોરોનાના ઓમિક્રોન વેરિયેન્ટની એન્ટ્રી બાદ સંક્રમણના દરમાં બેફામ વધારો જોવા મળ્યો હતો, એક તબક્કે માત્ર સુરત શહેરમાં જ રોજના 3500થી વધુ કેસો નોંધાઈ રહ્યા હતા, છેલ્લા એક સપ્તાહથી સંક્રમણના દરમાં આંશિક ઘટાડો થતાં વહીવટી તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે

Surat : શહેરમાં ત્રીજી લહેર પર આંશિક કાબુ, વિદ્યાર્થીઓમાં પણ સંક્રમણ ઘટતાં તંત્રને મોટી રાહત
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 4:09 PM

ડિસેમ્બર મહિનામાં સુરત શહેરમાં કોરોના (corona) વાયરસના ઓમિક્રોન (Omicron) વેરિયેન્ટની એન્ટ્રી બાદ સંક્રમણના દરમાં બેફામ વધારો જોવા મળ્યો હતો. એક તબક્કે માત્ર સુરત શહેરમાં જ રોજના 3500થી વધુ કેસો નોંધાઈ રહ્યા હતા. છેલ્લા એક સપ્તાહથી સંક્રમણના દરમાં આંશિક ઘટાડો થતાં વહીવટી તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે.

આ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner) બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે, હાલના તબક્કે ત્રીજા તબક્કાની મહામારી પર આંશિક રીતે અંકુશ મેળવવામાં તંત્રને સફળતા સાંપડી છે. જો કે, નાગરિકોને હજી પણ કોવિડ-19ની ગાઈડ લાઈનનું પાલન કરવાની સાથે સાથે સાવચેત રહેવા માટે તેઓએ અપીલ કરી હતી.

જે નાગરિકોએ વેક્સીન ન લીધી હોય તેવા દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું પણ તેઓ દ્વારા જણાવાયું હતું. વેક્સીન ન લેનારા કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સીજન અને બાઈપેપ સહિત વેન્ટીલેટરની પણ જરૂરિયાત ઉભી થઈ રહી હોવાને કારણે મહત્તમ સંખ્યામાં લોકોને વેક્સીન લેવા માટે કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

વરસાદમાં ઘરે બનાવો સ્પેશિયલ મસાલા ચા, જાણો રેસીપી
'કોન્ડોમ' એ બદલી નાખી બિઝનેસમેનની કિસ્મત, આજે તેની નેટવર્થ છે અબજોમાં
ડિટોક્સ પાણી શરીરની આટલી બીમારી માટે છે રામબાણ, જાણી લો
મુકેશ અંબાણીનું Jio આપી રહ્યું છે 84 દિવસની વેલિડિટી સાથે બે સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
11 લાખ રૂપિયા સુધીનો ઇન્કમ ટેક્સ થઈ જશે ફ્રી, સમજો આખી ગણતરી
અઠવાડિયામાં દૂર થઈ જશે સાંધાનો દુખાવો, આહારમાં સામેલ કરો આ વસ્તુ

સમગ્ર રાજ્યમાં વેક્સીનેશનમાં સુરત મહાનગરપાલિકાની કામગીરી પ્રશંસનીય રહેવા પામી છે. હાલ સુરત શહેરમાં પહેલા ડોઝમાં 118 ટકા જ્યારે બીજા ડોઝમાં 90 ટકાની સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ સિવાય 15થી 18 વર્ષના બાળકોમાં પણ 85 ટકાથી વધુ વેક્સીનેશનનો ટાર્ગેટ હાંસલ કરી લેવામાં આવ્યો છે. આ સ્થિતિમાં વેક્સીનેશન કોરોના મહામારી સામે અમોઘ શસ્ત્ર સાબિત થઈ રહ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓમાં પણ કોરોના સંક્રમણનો દર ઘટ્યો

એક તબક્કે રાજ્યમાં અમદાવાદ બાદ સુરત શહેરમાં વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસોને પગલે શાળાના સંચાલકો સહિત વાલીઓની ચિંતામાં વધારો જોવા મળ્યો હતો. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં પણ કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો નોંધાવા પામ્યો છે. જેને પગલે કમિશનર દ્વારા શાળા સંચાલકોને પણ જણાવાયું હતું કે, વિદ્યાર્થીઓ શાળામાં કોરોના ગાઈડ લાઈનનું પાલન કરે તે હિતાવહ છે.

હોસ્પિટલમાં સારવારગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘટાડો

ત્રીજા તબક્કાની મહામારીમાં સતત વધી રહેલો કેસો વચ્ચે શહેરની સિવિલ અને સ્મીમેર સહિતની ખાનગી હોસ્પિટલોમાં સારવારગ્રસ્ત દર્દીઓની સંખ્યા 400થી ઉપર પહોંચી જવા પામી હતી. બીજી તરફ સુરત શહેરમાં રિકવરી રેટ પણ 85 ટકાની નીચે પહોંચી ચુક્યો હતો. છેલ્લા એક સપ્તાહથી સતત ઘટી રહેલા કેસો અને ડિસ્ચાર્જને પગલે હાલ સુરત શહેરમાં હાલ કુલ 17564 એક્ટીવ કેસો પૈકી માત્ર 323 દર્દીઓ જ સારવારગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે.

રાહત: આજે બપોર સુધી 450 કેસ નોંધાયા

સુરત શહેરમાં આજે બપોર સુધી કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાવા પામ્યો છે. આજે બપોર સુધીમાં શહેરના તમામ ઝોન વિસ્તાર મળીને 450 નાગરિકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. જાન્યુઆરી મહિનાના પ્રારંભ સાથે જ બપોરે કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંકડો એક હજારની ઉપર પહોંચી જવા પામ્યો હતો. જો કે, છેલ્લા એક સપ્તાહથી કોરોનાના સતત ઘટી રહેલા આંકડાઓને પગલે હવે તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચોઃ કોરોના કાળમાં સૌરાષ્ટ્ર ઝોનની 1500થી વધુ શાળાઓમાં થશે ફી વધારો, FRCએ 5 થી 10 ટકા સુધીનો વધારો મંજૂર કર્યો

આ પણ વાંચોઃ રાજ્ય સરકારના વધુ એક પ્રધાન કોરોના સંક્રમિત, જાણો કોણ છે આ પ્રધાન

Latest News Updates

દ્વારકાના અટલ સેતુ મુદ્દે કોંગ્રેસના પ્રહાર પર મોઢવાડિયાએ કર્યો પલટવાર
દ્વારકાના અટલ સેતુ મુદ્દે કોંગ્રેસના પ્રહાર પર મોઢવાડિયાએ કર્યો પલટવાર
ગુજરાતમાં પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી
ગુજરાતમાં પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી
સોમનાથમાં સોમપુરા સમાજના બ્રાહ્ણણોએ ઉગામ્યુ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર
સોમનાથમાં સોમપુરા સમાજના બ્રાહ્ણણોએ ઉગામ્યુ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર
વિશ્વામિત્રીનું જળસ્તર વધતા વડોદરાના અનેક ગામોમાં ઘૂસ્યા પાણી- Video
વિશ્વામિત્રીનું જળસ્તર વધતા વડોદરાના અનેક ગામોમાં ઘૂસ્યા પાણી- Video
લ્યો બોલો, ટ્રેનની આગળ ચાલી રેલવે કર્મચારીએ ટ્રેનને બતાવ્યો રસ્તો
લ્યો બોલો, ટ્રેનની આગળ ચાલી રેલવે કર્મચારીએ ટ્રેનને બતાવ્યો રસ્તો
દિલ્હીથી લઈ મુંબઈ સુધી ભારે વરસાદ, અનેક શહેરો બન્યા જળમગ્ન- Video
દિલ્હીથી લઈ મુંબઈ સુધી ભારે વરસાદ, અનેક શહેરો બન્યા જળમગ્ન- Video
ડભોઇ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ પર રીપેરીંગ બાદ પણ પડ્યા ગાબડા
ડભોઇ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ પર રીપેરીંગ બાદ પણ પડ્યા ગાબડા
રસ્તા પર મગર આવી જતા લોકોમાં ફેલાયો ફફડાટ- જુઓ Video
રસ્તા પર મગર આવી જતા લોકોમાં ફેલાયો ફફડાટ- જુઓ Video
ઘી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
ઘી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
રાજકોટમાં 150 ફુટ રિંગ રોડ પર દોઢ-દોઢ ફુટના ખાડા, શહેરીજનોને હાલાકી
રાજકોટમાં 150 ફુટ રિંગ રોડ પર દોઢ-દોઢ ફુટના ખાડા, શહેરીજનોને હાલાકી
g clip-path="url(#clip0_868_265)">